ETV Bharat / sports

મેચમાં ખરાબ લાઇટિંગ વિશે વિચારણા થવી જોઇએઃ જો રૂટ

author img

By

Published : Aug 19, 2020, 1:31 PM IST

Joe Root
Joe Root

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટ જો રૂટે રમત-ગમતના અધિકારીઓ દ્વારા ખરાબ લાઇટિંગ મુદ્દાને ધ્યાન દોર્યું છે. ઉચ્ચ અધિકારીઓને આ બાબતે વિચાર કરી નિર્ણય કરવા પ્રસ્તાવ મુક્યો છે. આ સાથે સલાહ આપતા ફ્લેશિંગ બોલનો ઉપયોગ કરી મેચમાં સુધારો લાવી શકાય છે.

લંડનઃ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે નબળી લાઇટિંગની સમસ્યાનો હલ કરવા માટે અધિકારીઓને ચમકતા ફ્લેશિંગ બોલનો ઉપયોગ કરીને શરૂઆતના સમયને આગળ વધારવા અને ફ્લડલાઇટ્સમાં સુધારો લાવી શકાય છે. વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે પાકિસ્તાન સાથે બીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવુ છે કે, ખેલાડીઓને મેદાન પર ટકાવી રાખવા માટે ખરાબ લાઇટિંગની સમસ્યાને હલ કરવાની જરૂર છે.

અજેસ બાઉલના મેદાન પર વરસાદ અને ખરાબ રોશનીના કારણે બીજી ટેસ્ટ મેચમાં ફક્ત 134.3 ઓવર જ શક્ય બની હતી, જો રૂટ અનુસાર આ ઇંગ્લેન્ડની નવમી સૌથી નાની ટેસ્ટ મેચ હતી. રૂટે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અધિકારીઓ ફ્લેશિંગ બોલનો ઉપયોગ કરીને પ્રારંભિક સમય લંબાવી અને ફ્લડલાઇટ્સમાં સુધારો લાવા વિચારણા કરી શકે છે.

વધુમાં રુટે કહ્યું કે, આ એવી બાબત છે કે જેને ઉચ્ચ સ્તર પર હલ કરવાની જરૂર છે. તે મારા પગાર ગ્રેડથી ઉપરની બાબત છે. પાકિસ્તાની ટીમ સિરીઝની પહેલી મેચ 3 વિકેટથી હારી ગઇ હતી અને તેને હવે સિરીઝ ડ્રો કરવા માટે શુક્રવારે શરૂ થવાની અંતિમ ટેસ્ટ મેચ જીતવાની રહેશે.

આ દરમિયાન રૂટે કહ્યું કે, પાકિસ્તાનમાં રમવાનું પસંદ કરશે. જેના પર નિર્ણય નહી કરે. ઇંગ્લેન્ડે 2005થી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી અને આ ટીમ 2022માં પાકિસ્તાનની મુલાકાત કરવાની છે. ઇંગ્લેન્ડ કેપ્ટને કહ્યું કે, વ્યક્તિવત રીતે જોવાની અને રમવાની એક શાનદાર તક છે. રમત રમવા માટે એક શાનદાર દેશ જેવો લાગે છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.