ETV Bharat / sports

Bhuvneshwar Kumar Record : છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ, આવું કારનામું કરનારો ત્રીજો બોલર

author img

By

Published : May 16, 2023, 3:21 PM IST

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જેમ્સ ફોકનર અને જયદેવ ઉનડકટના રેકોર્ડની બરોબરી કરનાર ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં 4 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે બીજો ખેલાડી બન્યો છે.

Bhuvneshwar Kumar Record : છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ, આવું કારનામું કરનારો ત્રીજો બોલર
Bhuvneshwar Kumar Record : છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ, આવું કારનામું કરનારો ત્રીજો બોલર

અમદાવાદ : સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની મેચમાં ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં બે વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપનારા બે ખેલાડીઓની બરાબરી કરી છે. આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 3 ખેલાડીઓએ એક ઇનિંગ્સમાં 5થી વધુ વિકેટ લેવાની સિદ્ધિ બતાવી છે. IPLમાં જેમ્સ ફોકનર અને જયદેવ ઉનડકટ બાદ ભુવનેશ્વર કુમાર ત્રીજો આવો ખેલાડી બન્યો છે. જોકે આઈપીએલ મેચોમાં 5 વિકેટ લેવાનું કારનામું કુલ 30 વખત કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર 3 ખેલાડી એવા છે જેમણે આ કારનામું એક કરતા વધુ વખત કર્યું છે.

ચાર વિકેટ લેનાર પ્રથમ ખેલાડી : ગયા વર્ષે 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સનો(KKR) ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આઈપીએલના ઇતિહાસમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. રસેલે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.

હેટ્રિક લેવાનું ચૂક્યો : ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી 20મી ઓવરમાં જ્યારે ભુવનેશ્વર કુમાર બોલિંગ કરવા આવ્યો ત્યારે એવું લાગતું હતું કે, ગુજરાતની ટીમ સરળતાથી 200 રનનો આંકડો પાર કરી જશે. કારણ કે 19મી ઓવરના અંતે તેનો સ્કોર 5 વિકેટે 186 રન હતો. પરંતુ ત્યાર બાદ ભુવનેશ્વરે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન બનાવવા દીધા અને ગુજરાતની 4 વિકેટ પડી ગઈ. જોકે, ભુવનેશ્વર કુમાર હેટ્રિક લેવાનું ચૂકી ગયો હતો, કારણ કે સતત બે વખત આઉટ થયા બાદ ત્રીજો ખેલાડી રનઆઉટ થયો હતો.

  • Bhuvneshwar Kumar vs Gujarat Titans:

    W, W, W, 1, W, B1 in the final over five wickets for just 30 runs when Gujarat scored 188 for 9. pic.twitter.com/39UFhoE5fl

    — Johns. (@CricCrazyJohns) May 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છેલ્લી ઓવરમાં શું થયું : ભુવનેશ્વર કુમારે આ ઓવરના પહેલા જ બોલ પર શુભમન ગિલને આઉટ કર્યો, પછીના બોલ પર રાશિદ ખાન આઉટ થયો. ત્રીજા બોલ પર હેટ્રિકની તક મળી હતી, પરંતુ તે વખતે નૂર અહેમદ રનઆઉટ થયો હતો. ઓવરના ચોથા બોલ પર દાસુન શનાકાએ સિંગલ લીધો અને પાંચમા બોલ પર મોહમ્મદ શમી લોંગ ઓન પર કેચ આઉટ થયો. ચાર વિકેટ વચ્ચે રન આઉટ થવાને કારણે તેની હેટ્રિક પૂર્ણ થઈ શકી ન હતી.

MS Dhoni Autograph: જુઓ મહેન્દ્ર સિંહ ધોનીએ સુનીલ ગાવસ્કરની ઈચ્છા પૂરી કરી

Mohammad Kaif On MS Dhoni Retirement : ધોનીએ ઘણા સંકેતો આપ્યા છે કે, આ તેની છેલ્લી IPL હશે

Arjun Tendulkar: મુંબઈ ઈન્ડિયન ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને લખનૌમાં શ્વાને બચકુ ભર્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.