ETV Bharat / sports

Asia Cup 2023 Super-4 : આજે 'કરો યા મરો' મેચમાં બાંગ્લાદેશ શ્રીલંકા સામે ટકરાશે, બપોરે 3 વાગ્યાથી મેચ શરુ થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 1:31 PM IST

એશિયા કપની સુપર-4માં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરુ થશે.

Etv BharatAsia Cup 2023 Super-4
Etv BharatAsia Cup 2023 Super-4

કોલંબો: એશિયા કપની સુપર-4માં આજે શ્રીલંકાની ટીમની ટક્કર બાંગ્લાદેશની ટીમ સામે થવાની છે. આજની મેચ બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિમાં છે કેમકે, જો આજે ટીમને હાર મળશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. લાહોરમાં સુપર ફોરની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને પાકિસ્તાનથી સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો

શ્રીલંકાની બોલિંગ મજબુતઃ શ્રીલંકાની બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત છે જેમાં કાસુન રાજીથાનો સમાવેશ થાય છે જેણે અફઘાનિસ્તાન સામે 2 રનની નજીકની જીતમાં 4 વિકેટ લીધી હતી. જો બાંગ્લાદેશને આ બોલરો સામે સારો સ્કોર બનાવવો હશે તો તેના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

બાંગ્લાદેશ ખેલાડીઓની ઈજાથી પરેશાનઃ જોકે, બાંગ્લાદેશ શાંતોની ખોટ કરશે જે ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. જોકે, લિટન દાસ ટીમમાં સામેલ થઈ ગયો છે અને ટીમને તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. બાંગ્લાદેશના બોલરો પણ અત્યાર સુધી કંઈ ખાસ બતાવી શક્યા નથી. જો બાંગ્લાદેશે શ્રીલંકાને ઓછા સ્કોર સુધી રોકવું હશે તો તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ સિવાય કેપ્ટન શાકિબ અલ હસને પણ સારી બોલિંગ કરવી પડશે.

બાંગ્લાદેશના સંભવિત ખેલાડીઃ શાકિબ અલ હસન (કેપ્ટન), મોહમ્મદ નઈમ, મેહદી હસન, લિટન દાસ, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), શમીમ હુસૈન, અફીફ હુસૈન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, હસન મહમૂદ.

શ્રીલંકાના સંભવિત ખેલાડીઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલાગે, મહિષ થેકશાના, કાસુન રાજીથા.

આ પણ વાંચોઃ

  1. MS Dhoni Spotted Playing Golf : મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા, તસવીર થઈ વાયરલ
  2. Yuzvendra Chahal: ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું તો આ ભારતીય ખેલાડી વિદેશી ટીમ સાથે જોડાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.