ETV Bharat / sports

Arijit Touched Dhoni Feet: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કરતા સર્જાયો અદભૂત નજારો

author img

By

Published : Apr 1, 2023, 5:22 PM IST

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સમારોહ દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે અરિજીત સિંહ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

Arijit Touched Dhoni Feet
Arijit Touched Dhoni Feet

નવી દિલ્હીઃ તમન્ના ભાટિયા, રશ્મિકા મંધાના અને ગાયક અરિજિત સિંહે IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં ઘણો રંગ જમાવ્યો હતો. અરિજિત સિંહે પોતાના ગીતોથી લોકોનું મનોરંજન કર્યું તો તે મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કરતા પણ જોવા મળ્યા.

Arijit Touched Dhoni Feet
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો જાદુ

ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો જાદુ: શુક્રવારે આયોજિત ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો જાદુ ચાલ્યો. હોટ અને ખૂબસૂરત તમન્ના ભાટિયા અને રશ્મિકા મંધાનાએ તેમના ડાન્સ મૂવ્સથી દર્શકોને ડાન્સ કરવા મજબૂર કર્યા હતા. રશ્મિકાએ ઓસ્કાર એવોર્ડ વિનર 'નાતુ-નાતુ' ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સમારોહ દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે અરિજીત સિંહ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

IPL 2023 Opening ceremony: રશ્મિકા અને તમન્નાએ ડાન્સ દ્વારા જમાવ્યો રંગ, અરિજીત સિંહે પોતાના ગીતોથી સૌને મોહ્યાં

ધોનીના પગ સ્પર્શતો ફોટો: અરિજીત સિંહનો ધોનીના પગ સ્પર્શતો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટો જોઈને લોકો અરિજિતના ખૂબ વખાણ કરી રહ્યા છે. અરિજિત પગને સ્પર્શ કરવા નીચે ઝૂક્યો કે તરત જ ધોનીએ તેનો હાથ પકડી લીધો. અરિજીત સિંહના વિશ્વમાં કરોડો ચાહકો છે. અત્યાર સુધી લોકો તેમના ગીતો અને સાદગીના ચાહક હતા. પરંતુ તેણે ધોની પ્રત્યે જે આદર દર્શાવ્યો તેનાથી તેના લોકોને ખાતરી થઈ ગઈ છે. માહી ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમના નેતૃત્વમાં ભારતે ODI અને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

IPL 2023 New Rule: આ નવા નિયમોથી ખેલાડીઓ અને એમ્પાયર વચ્ચે નહી થાય ઝધડો

ગુજરાત ટાઇટન્સે પાંચ વિકેટે મેચ જીતી : IPLની પ્રથમ મેચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમો ટકરાયા હતા. ટાઇટન્સે ચાર બોલ બાકી રહેતા પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી. CSKએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જીટીએ CSKનો 178 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં પૂરો કર્યો. રાહુલ તેવટિયાએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.