ETV Bharat / sitara

ટીવી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે

author img

By

Published : Jun 5, 2020, 8:51 PM IST

તારક મહેતા
તારક મહેતા

ટીવી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ શોની કાસ્ટે આ વિશે માહિતી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે હાલ ટીવી સિરિયલો અને ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. 1 જૂનથી શૂટિંગની શરુઆત થઇ ગઇ છે.

મુંબઇ: કોરોના વાઇરસને કારણે લોકડાઉન થયાને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયો હતો.

પરંતુ હવે પ્રેક્ષકો માટે એક સારા સમાચાર છે. એટલે કે, મહારાષ્ટ્ર સરકારે અમુક શરતો સાથે શૂટિંગ કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જે બાદ ટૂંક સમયમાં ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ શરૂ થશે. આવી સ્થિતિમાં ટીવીના પ્રખ્યાત શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

તારક મહેતા શોમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા અભિનેતા દિલીપ જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉનથી અમને લાંબો બ્રેક મળ્યો છે, જે ઘણા વર્ષોમાં ક્યારેય નહોતો મળ્યો.

અમે આ બ્રેકનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે સેટને પણ ખૂબ મિસ કરીએ છીએ. અમને હમણાં જ ગાઇડલાઇન્સ મળી છે, પરંતુ હવે તે જોવાનું રહ્યું કે તે કેટલું પ્રેકટિકલ છે. અમને શોના નિર્માતા અસિત ભાઈ પર વિશ્વાસ છે, તે આના પર વિચારીને જ નિર્ણય લેશે.

રિપોર્ટ અનુસાર, સીરિયલ નિર્માતા અસિત મોદીએ સમગ્ર કાસ્ટ સાથે વીડિયો કોલ કરીને શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. આગળ કેવી રીતે કાર્ય કરવું તે અંગે પણ ચર્ચા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.