ETV Bharat / sitara

સિડનાઝ આ રિયાલિટી શોમાં જોવા મળી શકે છે, પારસ-માહિરા અને આસિમ-હિમાંશી પણ હશે સાથે

author img

By

Published : Apr 10, 2020, 11:45 AM IST

ટીવીના ચર્ચિત રિઆલિટી શો બિગ બૉસ-13મી સિઝનમાં ખૂબ જ ચર્ચામાં રહેનારા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલને ફરીથી એક રિયાલિટી શોનો ભાગ બનવાની ઑફર મળી છે. તેની સાથે આસીમ રિયાઝ-હિમાંશી ખુરાના અને પારસ છાબડા-માહિરા શર્માને પણ આ શોમાં જોઇ શકાશે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Cinema News, Big Boss 13, Nach Baliye 10
sidharth and shehnaz to be part of nach baliye 10

મુંબઇઃ નાના પડદાના સૌથી વિવાદીત રિયાલિટી શો બિગ બૉસ-13માં દર્શકોને ભરપૂર મનોરંજન પુરૂં પાડ્યા બાદ આ શોની ત્રણ સુપરહીટ જોડી ફરી એકવાર સાથે જોવા મળી શકે છે અને આ વખતે ગુસ્સો અથવા ટાસ્ક કરતા નહીં, પરંતુ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી શકે છે.

અસીમ રિયાઝ-હિમાંશી ખુરાના, સિદ્ધાર્થ શુક્લા- શહનાઝ ગિલ અને પારસ છાબડા-માહિરા શર્માની જોડીને દર્શકો વધુ એક ટીવી શોમાં જોઇ શકશે.

બિગ બૉસ 13માં આ ત્રણેય જોડીને ફેન્સે ખૂબ જ પસંદ કરી હતી. એવામાં તેનો ફાયદો ઉઠાવવા માટે ટીવી શો નચ બલિયે 10ના મેકર્સે આ ત્રણેય જોડીને પોતાના ટીવી શો માટે અપ્રોચ કર્યા છે.

રિપોર્ટ અનુસાર મેકર્સે આ તમામ કન્ટેસ્ટન્ટને મળેલી ભારે પોપ્યુલેરિટીને ધ્યાનમાં રાખીને તેને પોતાના ટીવી શો નચ બલિયે 10નો ભાગ બનવાની ઑફર આપી છે.

જો કે, અત્યાર સુધીમાં અસીમ રિયાઝ-હિમાંશી ખુરાના, સિદ્ધાર્થ શુક્લા-શહનાઝ ગિલ અથવા પારસ છાબડા અને માહિરા શર્મા તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ માહિતી ચોક્કસથી તેના ફેન્સમાં એક એક્સાઇટમેન્ટ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.