ETV Bharat / sitara

Bigg Boss 13: સલમાને શોના નિર્માતાને કહ્યું, ‘શોધી લો બીજો હોસ્ટ’

author img

By

Published : Dec 22, 2019, 1:19 PM IST

મુંબઇ: નાના પડદા પર ચાલી રહેલા શો બિગ બોસ સીઝન 13 હાલમાં દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ, દરરોજ ઘરમાં રહેતા સ્પર્ધકોના ગુસ્સા વાળા વર્તનને કારણે ઘણા વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહેલા સલમાને હવે નિર્માતાઓને એક નવો હોસ્ટ શોધવાનું કહ્યું છે.

Bigg Boss 13
Bigg Boss 13

અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી અંદરો અંદરના ઝઘડામાં હાથાપાઇ કરવા સુધીના રિયાલિટી શો 'બિગ બોસ'ની હાલની સીઝનમાં પહેલા જ દિવસથી ઘણાં ડ્રામાં જોવા મળી રહ્યા છે અને હવે સ્પર્ધકો વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે.

આગામી એપિસોડમાં, રશ્મિ, સિદ્ધાર્થ પર ચા ફેંકતી જોવા મળશે. તે પછી, સિદ્ધાર્થ પણ આવું જ કઈક કરે છે અને જ્યારે રશ્મિનો બોયફ્રેન્ડ અરહાન બંને વચ્ચે આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. ગુસ્સામાં સિદ્ધાર્થ અરહાનનો શર્ટ ફાડી નાખે છે. શોના હોસ્ટ સલમાન ખાનને સ્પર્ધકોનું આ અપમાનજનક વર્તન બિલકુલ પસંદ નથી.

વીકએન્ડ કા વાર એપિસોડ દરમિયાન સલમાન ખાન ઘરના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે. તેણે નિર્માતાઓને કહ્યું કે જો તે પાંચ અઠવાડિયા સુધી આ શો આગળ વધારવા માંગે છે, તો તેણે એક નવો હોસ્ટ ગોતવાની જરૂર છે.

સલમાને પ્રોમો વીડિયોમાં કહ્યું કે, કારણ કે હું આ બકવાસ માટે તૈયાર નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/bigg-boss-13-salman-khan-asks-makers-to-get-another-host/na20191221175026697



बिग बॉस 13: शो के निर्माताओं से सलमान ने कहा, 'ढूंढ लो दूसरा होस्ट'




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.