ETV Bharat / sitara

અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન

author img

By

Published : Apr 23, 2021, 4:21 PM IST

Updated : Apr 23, 2021, 6:04 PM IST

ટીવી અને બોલિવૂડ એક્ટર અમિત મિસ્ત્રીનું શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકથી નિધન થયું હતું. અભિનેતાના મેનેજર મહર્ષિ દેસાઈના જણાવ્યા અનુસાર, અભિનેતાનું મોત અંધેરી વેસ્ટ સ્થિત તેમના નિવાસ સ્થાને સવારે 9:30 વાગ્યે થયું હતું.

અભિનેતા અમિત મિસ્ત્રીએ છોડી દૂનિયા
અભિનેતા અમિત મિસ્ત્રીએ છોડી દૂનિયા

  • અભિનેતા અમિત મિસ્ત્રીએ છોડી દૂનિયા
  • અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન
  • નામાંકિત વ્યક્તિએ કર્યો શોક વ્યક્ત

મુંબઇ: લોકપ્રિય ટીવી અને બોલિવૂડ અભિનેતા અમિત મિસ્ત્રીનું શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકથી નિધન થયું હતું.

અચાનક અવસાનથી બોલિવૂડની હસ્તીઓ ચોંકી ઉઠી

અભિનેતાના મેનેજર મહર્ષિ દેસાઈના જણાવ્યા અનુસાર, અભિનેતાનું મોત અંધેરી વેસ્ટ સ્થિત તેમના નિવાસ સ્થાને સવારે 9:30 વાગ્યે થયું હતું. કસરત કરતી વખતે, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. તેમના અચાનક અવસાનથી બોલિવૂડની હસ્તીઓ ચોંકી ઉઠી હતી. અંતમાં અભિનેતાના પરિવાર પ્રત્યે અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: પ્રખ્યાત સંગીતકાર શ્રવણનું કોરોનાને કારણે થયું નિધન

લોકોએ કર્યું ટ્વિટ

અભિનેત્રી કુબ્રા સૈતે ટ્વિટ કર્યું હતું કે, 'પૃથ્વી પર તમને યાદ કરવામાં આવશે'.

ગીતકાર સ્વાનંદ કિરકિરે ટ્વિટર પર પોતાની સંવેદના શેર કરતાં લખ્યું કે, 'અમિત મિસ્ત્રી? ના ... તે અવિશ્વસનીય છે. તે એક સુંદર અભિનેતા અને ખુશ મિજાજ હતા.

આ પણ વાંચો: Birth Anniversary: આજે પણ યાદોમાં જીવીત છે 'હવા હવાઈ' , જુઓ આ રીતે થઈ હતી ફિલ્મી સફરની શરૂઆત

તારક મહેતા ફેમ દિલિપ જોશી (જેઠાલાલ)એ આપી શ્રદ્ધાંજલિ

  • Absolutely shocking and unbelievable .. Amit Mistry departed to Heavenly abode............still can’t believe it......

    — Dilip Joshi (@dilipjoshie) April 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુમિત રાઘવને આપી શ્રદ્ધાંજલિ

  • The death of a dear friend has left us all shattered. We had done some crazy work,traveled the world with our gujarati play,had innumerable music sessions,fun, laughs and today he is no more.
    Amit mistry suffers a cardiac arrest.
    Yes we all have to die but this is just too much. pic.twitter.com/vgdAdRWoDH

    — Sumeet Raghvan सुमीत राघवन (@sumrag) April 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનેક ફિલ્મોમાં કર્યું કામ

અમિત ગુજરાતી થિયેટર અને ફિલ્મમાં પ્રખ્યાત હતા. તે શોર ઇન ધ સિટી, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, યમલા પાગલા દીવાના જેવી ફિલ્મો માટે જાણીતા છે.

તેણે 'સાથ ફેરો કી હેરા ફેરી', 'તેનાલી રામ', 'મેડમ સર' જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ'માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Last Updated : Apr 23, 2021, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.