ETV Bharat / sitara

ઈન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલના 7 મિલિયન ફોલોઅર્સ, ફેન્સનો માન્યો આભાર

author img

By

Published : May 28, 2020, 5:48 PM IST

બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલને ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ મળ્યાં છે. અભિનેતાએ આના માટેે ફેન્સનો આભાર વ્યક્ત કરતાં એક ફોટો શેર કર્યો છે.

Vicky Kaushal , Etv Bharat
Vicky Kaushal

મુંબઇ: બૉલીવુડના હેન્ડસમ હંક વિક્કી કૌશલના ઇન્સ્ટાગ્રામ પર બુધવારે સાત મિલિયનથી વધુ ફોલોઅર્સ થયા છે. જેને લઈ ફેન્સનો આભાર વ્યક્ત કરતાં અભિનેતાએ ફેન્સને ફ્લાઈંગ કિસ આપી હતી.

'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' એક્ટરે પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં તે એક ઈવેન્ટમાં ચાહકોને ફ્લાઈંગ કિસ આપતાં જોવા મળે છે.

આ ફોટો શેર કરતાં અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'મને આશા છે કે મારી આ કિસ ઉડીને તમારા બધાના દિલ સુધી પહોંચે, આભાર...'

અભિનેતા 'મસાન', 'મનમર્જીયાં' અને 'રાજી' જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે જાણીતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.