ETV Bharat / sitara

ઇરફાન ખાનને પત્ની સુતાપાએ કર્યો માફ, લખી ઇમોશનલ નોટ

author img

By

Published : Jan 25, 2022, 12:28 PM IST

અવારનવાર તેનો પુત્ર બાબિલ અથવા પત્ની સુતાપા સિકદર ઇરફાનની તસવીરો અને યાદોને સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરતી હોય છે. હાલ ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકદરે ઈન્સ્ટાગ્રામ (Sutapa Sikdar Instagram Account) પર એક ઈમોશનલ નોટ લખી છે. સુતાપાએ આ નોટ તેના પતિ ઈરફાન ખાન (Irfan Khan Movies) માટે તેના જન્મદિવસ પર લખી છે. સુતાપાએ તેના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેમની સાથે પુત્રો બાબિલ અને અયાન ખાન જોવા મળે છે.

ઇરફાન ખાનને સુતાપાએ કર્યો માફ, લખી ઇમોશનલ નોટ
ઇરફાન ખાનને સુતાપાએ કર્યો માફ, લખી ઇમોશનલ નોટ

મુંબઇ: સુતાપાએ લખ્યું છે કે, આખરે તેણે ઈરફાનને (Irfan Khan Movies) તેની સાથે વિતાવેલા 32માંથી 28 જન્મદિવસ ભૂલી જવા બદલ માફ કરી દીધો છે. સુતાપા સિકદરે તેના જન્મદિવસની તસવીરો શેર (Sutapa Sikdar Instagram) કરતા લખ્યું કે, 'મારા ઈરફાન, દર વર્ષે મારી વર્ષગાંઠને ભૂલવા બદલ આખરે મેં તને માફ કરી દીધો. આ વાત કહેવા માટે બે દિવસથી તમારી ખુબ યાદ આવી રહી છે, રાતભર સાલો કી સાલગિરહ કી યાદે, ફિસલતી, ટહલતી, ઠિકરતી રહી. આ સાથે લખ્યું છે કે, બહુત નારાજ હોને કે સફર સે તુમ સુધરોગે કી ગલી ગુજરતે હુએ આખિર તુમ્હારી વજુદ કે આગે હંસી-હંસી હથિયાર ડાલને તક કે હર સાલગિરહ કે સફર તય કિયા.

સુતાપાએ લખી ઇમોશનલ નોટ

સુતાપાએ આગળ લખ્યું છે કે, 'આ વખતે તમે આ પ્રકારનું કઇ પણ ન કરી શક્યા તેમજ બાબિલ અને અયાને વર્ષગાંઠ યાદ રાખી. શું તમે તેના સપનામાં આવ્યા હતા અને તેમને યાદ કરાવ્યું હતું. જે તમે હંમેશા ભૂલી જતા હતા. ચીયર્સ..આજે મંગળવારના બન્ને બાળકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ!! આ સાથે' સુતાપાએ પણ તેના મિત્રોનો આભાર માન્યો હતો. આ સાથે સુતાપા સિકદરની આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઇરફાન પછી તે બાબિલની બીજી શ્રેષ્ઠ ક્નવસેર્શન પાર્ટનર બનશે

આ પોસ્ટના એક દિવસ પહેલા સુતાપાએ ઈરફાન ખાન અને બાબિલની એક તસવીર શેર કરી હતી. જેમાં ઈરફાન અને બાબિલ કેટલીક ગંભીર બાબતો વિશે વાત કરતા જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, શું ઈરફાન પણ આ વસ્તુઓને મિસ કરતા હશે? તેનો પુત્ર બાબિલ આ બઘી વસ્તુઓને ખૂબ જ યાદ કરે છે.' અને તેણે લખ્યું છે કે, તેને આશા છે કે ઇરફાન પછી તે બાબિલની બીજી શ્રેષ્ઠ ક્નવસેર્શન પાર્ટનર બનશે.

આ પણ વાંચો:

National Voters Day 2022: રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કરણ જોહરે કરી પોસ્ટ, જાણો શું કહ્યું

ડેવિડ વાર્નર પર છવાયો પુષ્પાનો જાદુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.