ETV Bharat / sitara

અભિનેતા પ્રતીક ગાંધી સાથે કસૌલીમાં વિશેષ મુલાકાત

author img

By

Published : Feb 10, 2021, 7:11 PM IST

અભિનેતા પ્રતીક ગાંધી આ દિવસોમાં ગીતના શૂટિંગ માટે કસૌલી પહોંચ્યા છે, ત્યારે શૂટિંગની સાથે સાથે પ્રતીક આનંદ પણ માણી રહ્યા છે. ખાસ વાતચીત દરમિયાન પ્રતીક ગાંધીએ કેટલાક ઉદાહરણ આપીને તેમના જીવનની અત્યાર સુધીની વાતો સંક્ષિપ્ત સ્વરૂપમાં સમજાવી હતી. સાથે જ તેના આગળના પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.

અભિનેતા પ્રતીક ગાંધી સાથે કસૌલીમાં વિશેષ મુલાકાત
અભિનેતા પ્રતીક ગાંધી સાથે કસૌલીમાં વિશેષ મુલાકાત

  • અભિનેતા પ્રતીક ગાંધી આ દિવસોમાં ગીતના શૂટિંગ માટે કસૌલી પહોંચ્યા
  • શૂટિંગની સાથે સાથે પ્રતીક આનંદ માણી રહ્યા છે.
  • સ્કૈમ 1992 વેબ સીરિઝને લઇને અભિનેતાએ કરી હતી વાત

કસૌલીઃ ક્યો ટાઇમ ક્યારે આવી જાઇ તે વિશે કોઇને જાણ નથી હોતી. જો કે, જો તકની તૈયારી અગાઉથી કરવામાં આવે તો પછી કામ કરવાની મજા કંઈક વધારે હોઇ છે. આ વાત સ્કૈમ 1992 વેબ સીરિઝ ને લઇને અભિનેતા પ્રતીક ગાંધીએ કહી હતી.

હિમાચલના મોસમમાં દિવાના થયા પ્રતીક ગાંધી

અભિનેતા પ્રતીક ગાંધી આ દિવસોમાં ગીતના શૂટિંગ માટે કસૌલી પહોંચ્યા છે. ત્યા શૂટિંગની સાથે સાથે પ્રતીક આનંદ માણી રહ્યા છે. અભિનેતા પ્રતિક ગાંધી હિમાચલના વાતાવરણમાં દિવાના થઇ ગયા હતા. ખાસ વાતચીત દરમિયાન પ્રતીક ગાંધીએ કેટલાક ઉદાહરણ આપીને તેમના જીવનની અમુક વાતો ટૂંકમાં જણાવવી હતી. પ્રતિક ગાંધીએ જણાવ્યું કે, તે સ્કૂલ સમયથી નાટક કરી રહ્યા છે. વર્તમાનમાં પ્રતીક ગાંધી બોલિવુડ ફિલ્મમાં જોવા મળશે. અભિનેતા પ્રતીક ગાંધી જાણીતા કપિલ શર્મા સોમાં પણ આવી ચૂક્યા છે.

અભિનેતા પ્રતીક ગાંધી સાથે કસૌલીમાં વિશેષ મુલાકાત

પ્રતીક ગાંધીએ થિયેટર અને સિનેમા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો

તે દરમિયાન ગુજરાતી અને બોલીવુડના અભિનેતા પ્રતીકે જણાવ્યું કે, થિયેટર અને સિનેમામાં બન્ને વચ્ચે ઘણો તફાવત હોઇ છે. બન્નેના ચેલેન્જ અલગ અલગ છે. થિયેટરમાં દર્શકોની સામે લાઇવ થઇને અભિનય કરવામાં આવે છે. જ્યારે ફિલ્મોમાં અલગ હોઇ છે. થિયેટરમાં રિટેકનો મૌકો નથી મળતો જ્યારે ફિલ્મામાં રિટેકનો મોકો મળે છે.

પ્રતીક ગાંધી શૂટિંગ માટે પહોંચ્યા કસૌલી

ટી-સીરિઝ કંપનીના ગીતના શૂટિંગ માટે પ્રતીક ગાંધી કસૌલી પહોંચ્યા હતા. પ્રતીક ગાંધી ગુજરાતી સિનેમાનું એક એવું નામ છે. જેણે અભિનયની તાકાત પર આજે માયા નગરી મુંબઇમાં પણ જગ્યા બનાવી છે. પ્રતીક ગાંધી અત્યાર સુધીમાં ઘણા ગુજરાતી ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ સિવાય બે હિન્દી ફિલ્મો લવાયાત્રી અને બોલિવૂડ ફિલ્મ રાવણ લીલા જે ટૂંક સમયમાં પ્રદર્શિત થશે. પ્રતીક ગાંધીએ જણાવ્યું કે, તેમણે બાળ પણથી જ અભિનયનો શૌખ હતો. તે નાની ઉંમરમાં જ થિયેટરના સો કરતા હતા.

સીરિઝ સ્કૈમ 1992થી પ્રતીક ગાંધીને મળી હતી ઓળખ

પ્રતીક ગાંધીને હર્ષદ મહેતા પર બનેલી વેબ સીરિઝ સ્કેમ 1992થી સૌથી વધુ ઓળખ મળી છે. આ સીરિઝમાં પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી. તેમની અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે. પ્રતીકે કહ્યું કે, 1992 માં કૌભાંડની સફળતા બાદ તેને ઘણી ફિલ્મ્સ અને વેબ સીરિઝની ઓફરો મળી હતી. પ્રતીક ગાંધીએ જણાવ્યુ હતુ કે, હું કહેવા માંગુ છું કે અભિનય ક્ષેત્રે આવતા કલાકારો માટે તેઓએ પોતાનું કાર્ય સખત મહેનતથી કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે જણાવ્યું કે, હું પહેલી વાર કસૌલી આવ્યો છું, કસૌલી ખૂબ શાંત અને સુંદર છે, તેથી હું ભવિષ્યમાં પણ અહીં આવતો રહીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.