ETV Bharat / sitara

સોનુ સૂદ અને રિતેશ દેશમુખ રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ માટે આગળ આવ્યા

author img

By

Published : Jul 24, 2020, 10:17 PM IST

સોનુ સૂદ અને રિતેશ દેશમુખ ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ કરશે
સોનુ સૂદ અને રિતેશ દેશમુખ ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ કરશે

એક વૃદ્ધ મહિલા દ્વારા ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ ના કરતબ દેખાડતો વીડિયો સોશીયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેને જોઇને અભિનેતા સોનૂ સૂદ અને રિતેશ દેશમુખ આ મહિલાને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

મુંબઇ: બોલિવૂડ સેલેબ્સ સોનુ સૂદ અને રિતેશ દેશમુખ એક વૃદ્ધ મહિલાના પોતાના ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતો એક વાઇરલ વીડિયો જોઈ ચોંકી ઉઠ્યા હતા.

સોનુ સૂદ અને રિતેશ દેશમુખ ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ કરશે
સોનુ સૂદ અને રિતેશ દેશમુખ ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ કરશે

આ વીડિયો ક્લીપમાં એક વૃદ્ધા જાંબુડિયા રંગની સાડીમાં બાંબુની લાકડીઓ વડે માર્શલ આર્ટ્સના ખેલ કરી રહી હતી.

ટ્વીટર પર આ વીડિયોની સરાહના કરતા રિતેશે નેટિઝંસને આ વૃદ્ધાનો સંપર્ક કરી આપવાની વિનંતી કરી. તેણે કેપશનમાં લખ્યું, " વોરિયર આજીમાં. મને પ્લીઝ કોઈ આમનો સંપર્ક કરાવી આપો. "

  • Thank you so much -we have connected with this inspiring warrior Aaji Maa - incredible story. https://t.co/RuCfoZIi7M

    — Riteish Deshmukh (@Riteishd) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારબાદ એક અલગ ટ્વીટમાં રિતેશે જણાવ્યું હતું કે તે આ વૃદ્ધાનો સંપર્ક સાધવામાં સફળ રહ્યો છે.

  • Can I get her details please. Wanna open a small training school with her where she can train women of our country some self defence techniques . https://t.co/Z8IJp1XaEV

    — sonu sood (@SonuSood) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તો અભિનેતા સોનુ સૂદ પણ આ મહિલાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે આ મહિલા સાથે માર્શલ આર્ટ્સની સ્કૂલ ખોલવા માંગે છે જેમાં મહિલાઓને આત્મરક્ષા માટેની તાલીમ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.