ETV Bharat / sitara

સિદ્ધાર્થ -શહનાઝનું ગીત 'ભુલા દુંગા' રિલીઝ, ફેન્સને ખુબ પસંદ આવ્યો સિડનાઝનો રોમેન્ટિક અંદાજ

author img

By

Published : Mar 24, 2020, 9:48 PM IST

રિયાલિટી શો બિગ બૉસથી ચર્ચામાં આવેલા કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગિલે તેમના ફેન્સના દિલ જીતવા ફરી પડદા પર આવ્યા છે. સિંગર દર્શન રાવલનું નવું ગીત ભુલા દુંગાના મ્યૂઝિક વીડિયોમાં બંને ફરી એકવખત સાથે જોવા મળી રહ્યા છે. આ ગીતમાં સિડનાઝ વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

etv bharat
etv bharat

મુંબઈ : સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી બિગ બૉસ શોથી ખુબ પસંદ આવી રહી છે, ત્યારે રિયાલટી શો બિગ બૉસમાં તેમની પસંદગીની જોડી સિદ્ધાર્થ અને શહનાઝ ગિલનો મ્યૂઝિક વીડિયો ભુલા દુંગા રિલીઝ થયું છે. લવ કમ હાર્ટબ્રેકની કહાની આ ગીતમાં સિડનાઝની કેમિસ્ટ્રી અને રોમાન્સ પર ફેન્સ ફિદા થયા છે.

આ ગીતને સિંગર દર્શન રાવલે પોતાનો અવાજ આપ્યો છે. ગીત રિલીઝ થતાં જ ગીતે યૂટ્યૂબ પર ધુમ મચાવી રહ્યું છે. 4 લાખથી વધુ વખત ગીત જોવામાં આવી ચૂક્યું છે. થોડા દિવસો પહેલા ગીતનું પોસ્ટર સામે આવ્યું હતું. જેને જોઈ લાગ્યું હતું કે, આ એક રોમાન્ટિક ગીત હશે, પરંતુ આ ગીતે સૈાને ચોંકાવી દીધા છે. આ ગીતમાં ઈમોશન, પ્યાર કહાની અને મેલોડી મ્યૂઝિક છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ઉલ્લેખનીય છે કે, બિગ બૉસમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી લોકોને ખુબ પસંદ આવી હતી. તેમના ફેન્સે તેમનું નામ સિડનાઝ રાખ્યું હતું. બિગ બૉસ શો બાદ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી પ્રથમ વખત એક સાથ મ્યૂઝિક આલ્બમમાં જોવા મળી છે.

સિદ્ધાર્થ અને શહનાઝ સિવાય બિગ-બૉસ 13ના સ્પર્ધકો આસીમ રિયાઝ, હિમાંશી ખુરાના, પારસ છાબડા અને માહિરા શર્મા પણ મ્યૂઝિક વીડિયોમાં નજર આવી ચૂક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.