ETV Bharat / sitara

Sholay Song Release: જૂનિયર NTR-રામચરણ સાથે દેશભક્તિના રંગમાં રંગાઇ આલિયા ભટ્ટ

author img

By

Published : Mar 15, 2022, 12:23 PM IST

ફિલ્મ 'RRR' રિલીઝ (Film RRR Release) માટે હવે સંપૂર્ણ રીતે તૈયાર છે, ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મનું દેશભક્તિ ગીત 'શોલે' રિલીઝ (Sholay Song Release) કરી દીધું છે. આ ગીતમાં ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ દેશભક્તિના રંગમાં જોવા મળી રહ્યા છે .

Sholay Song Release: જૂનિયર NTR-રામચરણ સાથે દેશભક્તિના રંગમાં રંગાઇ આલિયા ભટ્ટ
Sholay Song Release: જૂનિયર NTR-રામચરણ સાથે દેશભક્તિના રંગમાં રંગાઇ આલિયા ભટ્ટ

ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' રિલીઝ (Film RRR Release) માટે તૈયાર છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'RRR' આ મહિનાની 25 તારીખે વિશ્વભરમાં રિલીઝ ધમાલ મચાવા જઇ રહી છે. આ સંજોગોમાં ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મનું દેશભક્તિ ગીત 'શોલે' રિલીઝ (Sholay Song Release) કર્યું છે. 'શોલે' ગીતમાં ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ દેશભક્તિના રંગમાં જોવા મળી રહ્યા છે.

આ ગીતમાં આલિયા આ રંગમાં છવાય

આ પહેલા નિર્માતાઓએ રવિવારે પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં 'શોલે' ગીતનો પ્રોમો રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતાં. આલિયા ભટ્ટ આ ગીતમાં સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળશે. આલિયા ભટ્ટ આ ગીતમાં પિંક અને રેડ કલરના આઉટફિટમાં નજર આવી રહી છે અને તેની સાથે તેણે વેણી પણ નાંખી છે. અગાઉ રવિવારે, નિર્માતાઓએ 'શોલે' ગીતનો પ્રોમો શેર કરી અને ગીતની રિલીઝ તારીખની જાહેરાત કરી અને લખ્યું હતું કે, "યે હૈ RRR સેલિબ્રેશન એન્થમ પ્રોમ, આખું ગીત 14 માર્ચે સાંજે 4 વાગ્યે રિલીઝ".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Alia bhatt affairs: આલિયા ભટ્ટે રણબીર પહેલા આ પાંચ સેલેબ્સને કર્યા ડેટ? જાણો

ફિલ્મ RRRમાં આ એક્ટરો...

ફિલ્મ RRR બે સ્વાતંત્ર સેનાનીઓની આઝાદી માટેના સંઘર્ષ પર આધારિત છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર અજય દેવગણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. રાજામૌલીની આ ફિલ્મ પણ એક મેગા-બજેટ ફિલ્મ છે, જેનાથી તેમને ઘણી આશાઓ છે.

આ પણ વાંચો: Alia bhatt affairs: આલિયા ભટ્ટે રણબીર પહેલા આ પાંચ સેલેબ્સને કર્યા ડેટ? જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.