ETV Bharat / sitara

યોગ દિવસ સંદર્ભે શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કરી બતાવ્યાં યોગના ફાયદા, કહ્યું "સ્વસ્થ રહો મસ્ત રહો"

author img

By

Published : Jun 21, 2021, 4:55 PM IST

Updated : Jun 21, 2021, 5:32 PM IST

7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yog Day) સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ (Bollywood Actress Shilpa Shetty) તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યોગ (Yog)ના ફાયદા વિશે વાત કરી રહી છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

  • બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કર્યો વીડિયો શેર
  • યોગ દિવસ માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો
  • સ્વસ્થ અને મસ્ત રહેવા માટે યોગના ફંડા જણાવ્યાં

ન્યૂઝડેસ્ક (Bollywood News): આજે 21 જૂન સોમવારના રોજ વિશ્વભરમાં 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે નેતાઓ, અભિનેતાઓ યોગ કરતાં સમયના પોતાના ફોટો અને વીડિયો ચાહકો માટે શેર કરીને યોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આપ જાણો છો તેમ જ યોગ માટે વર્ષમાં એકવાર જ નહીં, ઘણીવાર પોતાના વીડિયો શેર કરે છે અને યોગ વિશેનો મહિમા સતત કરતી રહે છે. પોતાની ફિટનેસનું શ્રેય પણ શિલ્પા યોગને જ આપે છે. ત્યારે યોગ દિવસ હોય અને શિલ્પા તરફથી યોગ ટિપ્સ ન મળે તે કેમ બને! તો શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે લોકોને યોગના ફાયદાઓ વિશે જણાવી રહી છે.

આ પણ વાંચો: પ્રિ-યોગા દિવસ અંતર્ગત સુરતમાં આવી શિલ્પા શેટ્ટી, 3000થી વધુ લોકોને આપ્યો યોગ મંત્ર

શિલ્પાએ શીખવ્યા યોગના પાઠ

વીડિયોની શરૂઆતમાં શિલ્પા નમસ્તે કહીને બધાંને યોગ દિવસની શુભેચ્છા પાઠવી રહી છે. તે બાદ દરેકના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી રહી છે. શિલ્પા કહે છે કે,'આપણા માટે શ્વાસ મહત્વપૂર્ણ છે, આ મુશ્કેલ સમયમાં આપણા શ્વાસને નિયંત્રિત કરવાની જરૂર છે. આપણા શ્વાસને નિયંત્રિત કરવાની પ્રક્રિયાને પ્રાણાયામ કહે છે. તો આજે આ યોગ દિવસ નિમિત્તે, હું તમને ભ્રામરી પ્રાણાયામનો કેવી રીતે અભ્યાસ કરવો તે જણાવું છું. આ પ્રાણાયામ આપણા શરીર અને મનને શાંત કરે છે, તાણ દૂર કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે.

ચાહકોને યોગ કરવા કરી અપીલ

શિલ્પા વીડિયોમાં આગળ જણાવે છે કે,'ભ્રમરી પ્રાણાયામના ઓમના ગૂંજન દ્વારા 15 ટકા નાઇટ્રિક ઓકસાઈડ ઉત્પન્ન કરે છે. જે કોવિડ-19થી પુનઃસ્વસ્થ થવામાં મદદ કરે છે. આ સાથે તેમજ તેમણે ચાહકોને વીડિયો શેર કરવા અને યોગ કરવા અનુરોધ કર્યો છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા સાથે શિલ્પાએ એક વિશેષ કેપ્શન પણ લખ્યું છે અને ચાહકોને દરરોજ યોગ કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: Bigg Boss-13: શિલ્પાએ સ્પર્ધકનો શિખવ્યાં યોગ, વીડિયો વાયરલ

ટૂંક સમયમાં અભિનેત્રી મોટો પડદે કરશે પુન:પદાર્પણ

શિલ્પાના કાર્યક્ષેત્રની વાત કરીએ તો આપને જણાવીએ કે, ટૂંક સમયમાં જ શિલ્પા ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળશે. આ ફિલ્મ સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી મોટા પડદે પરત ફરી રહી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, મીઝાન જાફરી, પ્રણીતા સુભાષ પણ નજરે ચડશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન કરી રહ્યા છે અને વીનસ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત પણ શિલ્પા ફિલ્મ 'નિકમ્મા'માં પણ જોવા મળશે.

Last Updated :Jun 21, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.