ETV Bharat / sitara

Series Modern Love Release In India's Three State: પ્રાઇમ વિડીયોએ આપી લોકોને એક ખુશખબર, જાણો તેના વિશે

author img

By

Published : Feb 14, 2022, 4:39 PM IST

Updated : Feb 14, 2022, 5:36 PM IST

સોમવાર વેલન્ટાઇન ડે 2022 (Valentine's Day 2022) પર એમેઝોન પ્રાઇમે તેના ઇન્સ્ટાગ્રામ (Amazon Prime Instagram Account) પર એક વિડીયો શેર કરી લોકોને એક ખુશખબર આપી છે. વાંચો અહેવાલ..

Series Modern Love Release In India's Three State: પ્રાઇમ વિડીયોએ આપી લોકોને એક ખુશખબર, જાણો તેના વિશે
Series Modern Love Release In India's Three State: પ્રાઇમ વિડીયોએ આપી લોકોને એક ખુશખબર, જાણો તેના વિશે

મુંબઈ: પ્રાઇમ વિડિયોએ સોમવારે વેલન્ટાઇન ડે (Valentine's Day 2022) પર જાહેરાત કરી હતી કે સ્ટ્રીમિંગ સેવા તેની સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ" (Series Modern Love) નું ત્રણ ભારતીય ભાષાઓ સાથે તેનું કરેલું રૂપાતંરણ પ્રસારિત કરવામાં આવશે. તેની જાણકારી એમેઝોન પ્રાઇમે ઇન્સ્ટાગ્રામ પર (Amazon Prime Instagram Account) "મોર્ડન લવ"નું ટીઝર (Modern Love Teaser Release) શેર કરી આપી છે. જાણો વધુ આ વિશે..

સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ"

સફળ આંતરરાષ્ટ્રીય સિરીઝ "મોર્ડન લવ" (Series Modern Love) માં નિર્માતાઓ "એક લાગણી" બતાવવાનો પ્રયાસ કરશે. આ સિરીઝ 'મોડર્ન લવ'ની વાર્તાઓનું (Modern Love Story) રૂપાંતરણ હશે. જાણો આ વિશે વધુ..

'મોડર્ન લવ' સિરીઝ 'ધ ન્યૂ યોર્ક'

શ્રેણી 'મોડર્ન લવઃ મુંબઈ', 'મોર્ડન લવઃ ચેન્નાઈ' અને 'મોર્ડન લવઃ હૈદરાબાદ'માં રૂપાતંરણ પ્રસારિત કરવામાં (Series Modern Love Release In India's Three State) આવશે આ સાથે સિરીઝ હિન્દી, તમિલ અને તેલુગુ એમ કુલ ત્રણ ભારતીય ભાષામાં પ્રસારિત કરવામાં આવશે. 2022માં વિશ્વના 240 દેશો અને પ્રદેશોમાં પ્રસારિત થશે. પ્રાઇમ વિડિયોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ટીઝર દ્વારા જાહેર કર્યું કે "ત્રણ નવી શ્રેણી" "ત્રણ શહેરો" દૃશ્યમાં રજૂ કરવામાં આવશે, જેમાં નિર્માતાઓ "એક લાગણી" બતાવવાનો પ્રયાસ કરશે. આ શ્રેણી 'મોડર્ન લવ'ની વાર્તાઓનું રૂપાંતરણ હશે. 'મોડર્ન લવ' સિરીઝ 'ધ ન્યૂ યોર્ક'

આ પણ વાંચો: Naggin Season 6: 'નાગિન' ફ્રેન્ચાઈઝી હિટ ગયાના રાઝ પરથી તેજસ્વીએ ઉઠાવ્યો પડદો

જાણો આ સિરીઝની સ્ટોરી વિશે

જણાવીએ કે, આ સિરીઝ 'મોડર્ન લવ'ની વાર્તાઓનું રૂપાંતરણ હશે. 'મોડર્ન લવ' સિરીઝ 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' કૉલમ હેઠળ લખાયેલી વાર્તાઓ પર આધારિત છે. એમેઝોન સ્ટુડિયોના 'ઓરિજિનલ'ના સ્થાનિક પ્રમુખ જેમ્સ ફેરેલએ જણાવ્યું હતું કે, પ્રેમ એ એક એવી ભાષા છે, જેને દરેક વ્યક્તિ સમજે છે.

મોર્ડન લવ' સિરીઝની ખાસ વાત જાણો

જેમ્સ ફેરેલ એક નિવેદનમાં કહ્યું કે, "'મોર્ડન લવ' સિરીઝ પ્રેમના વિવિધ સ્વરૂપોને દર્શાવે છે. અમે વિશ્વભરના પ્રેક્ષકોને અમારા અમેરિકન શોની વાર્તાઓ સાથે જોડાયેલા અનુભવતા જોયા છે. અમને લાગે છે કે, ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ આ શ્રેણીમાં યોગદાન આપશે. અમને ખાતરી છે કે, ભારતીય રૂપાંતરણ પ્રેક્ષકોને એટલી જ પસંદ આવશે. ”મૂળ 'મોર્ડન લવ' શ્રેણી જોન કાર્ને દ્વારા બનાવવામાં આવેલી એક અમેરિકન રોમેન્ટિક-કોમેડી છે.

આ પણ વાંચો: Valentine's Day 2022: આખરે આ કપલે વેલન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા સાત સમુંદર પાર કર્યો

Last Updated : Feb 14, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.