ETV Bharat / sitara

સંજ્જુ બાબાને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર, સારવાર અર્થે US જવા રવાના

author img

By

Published : Aug 12, 2020, 7:52 AM IST

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત 'બાબા' તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે આવ્યો છે, ત્યારે ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. મળતી જાણકારી પ્રમાણે કેન્સરની સારવાર અર્થે સંજય બાબા અમેરિકા જવા રવાના પણ થઈ ગયો છે.

Sanjay Dutt to fly to the US for immediate treatment
સંજ્જુ બાબાને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર, સારવાર અર્થે US જવા રવાના

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, અભિનેતા સંજય દત્તને ફેફસાના કેન્સર હોવાનું સામે આવ્યું છે. સંજય બાબા હાલ આ બીમારીના ત્રીજા સ્ટેજમાં છે. સંજય દત્ત આ ગંભીર બિમારીની સારવાર માટે અમેરિકા જવા રવાના થયો છે.

બાબાના ટ્વીટ બાદ ચાહકોની ચિંતા વધી ગઈ છે. હવે બાબાને કેન્સરની બીમારી વિશે સાંભળી ચાહકો પરેશાન છે અને સોશિયલ મીડિયા પર લોકો સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. બોલિવૂડ એક્ટર સંજય દત્તે કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે હું કામમાંથી બ્રેક લઇ રહ્યો છું. જો કે, ગભરાવવાની જરૂર નથી. પરિવાર, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે. ખોટી અફવાઓ વિશ્વાસ ન કરો. હું જલ્દી પાછો આવીશ. મહત્વનું છે કે, રવિવારે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જતી વખતે બાબાએ હાથ હલાવીને લોકોનો આભાર માન્યો હતો.

નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે તાજેતરમાં જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં જ તબીબોએ આરામ કરવાની સલાહ આપી હતી. સંજય દત્તની તબિયત સારી ન થવાના કારણે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. મળતા અહેવાલ મુજબ, ફિલ્મનું શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે.

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ સડક-2નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 29 વર્ષ પછી સડકની આ સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે પરત ફર્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે અને આ સિવાય કેજીએફ-2 અને શમશેરામાં પણ સંજય દેખાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.