ETV Bharat / sitara

Rimi Sen Birthday: હિટ ફિલ્મોમાં કામ કર્યું છતાં ન બનાવી શકી પોતાનો ઓળખ

author img

By

Published : Sep 21, 2021, 10:56 AM IST

બોલિવુડ અભિનેત્રી રિમી સેનનો આજે (21 સપ્ટેમ્બરે) જન્મદિવસ છે. ત્યારે બોલિવુડ સેલિબ્રિટીઝ સહિત તેના ફેન્સ તેને શુભેચ્છા આપી રહ્યા છે. અભિનેત્રી રિમી સેન પોતાની કારકિર્દીમાં મોટા ભાગની હિટ ફિલ્મોનો ભાગ રહી છે. જોકે, તેમાંથી મોટા ભાગની ફિલ્મો મલ્ટીસ્ટારર હતી. રિમી સેન ક્યારેક એક્શન ફિલ્મ્સ તો ક્યારેક કોમેડી ફિલ્મ્સમાં જોવા મળી હતી. તેમ છતાં રિમી સેન બોલિવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી શકી નથી. રિમી સેન દેશના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગબોસમાં જોવા મળી હતી.

Rimi Sen Birthday: હિટ ફિલ્મોમાં કામ કર્યું છતાં ન બનાવી શકી પોતાનો ઓળખ
Rimi Sen Birthday: હિટ ફિલ્મોમાં કામ કર્યું છતાં ન બનાવી શકી પોતાનો ઓળખ

  • અભિનેત્રી રિમી સેને ફિલ્મોમાં કામ કરતા પહેલા મોડલિંગ કર્યું
  • રિમી સેને 'હંગામા' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું
  • રિમીએ મોટા સ્ટાર્સની સાથે મોટા બેનર્સની ફિલ્મોમાં પણ કામ કર્યું

ન્યૂઝ ડેસ્કઃ અભિનેત્રી રિમી સેને ફિલ્મોમાં કામ કરતા પહેલા મોડલિંગ કર્યું હતું. તેણે 'હંગામા' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે અભિનેત્રીને બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યુ માટે નોમિનેટ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રિમી સેને અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. રિમીએ હિન્દી, બંગાળી અને તેલુગુ ભાષાની પણ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે મોટા સ્ટાર્સની સાથે મોટા બેનર્સની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રિમીએ યશરાજ બેનરની ધૂમ ફિલ્મમાં કામ ક્રયું હતું. આ સાથે જ સલમાન ખાન સાથે પણ તે ફિલ્મમાં જોવા મળી હતી. જોેક, તેમ છતાં તે પોતાની ઓળખ ન બનાવી શકી.

આ પણ વાંચોઃ સમન્થા અક્કિનીએ આપ્યો મીડિયાને તીખો જવાબ, જુઓ વીડિયો

રિમીએ હજી સુધી લગ્ન નથી કર્યા

અભિનેત્રી રિમી સેનની મોટા ભાગની ફિલ્મોમાં ફિલ્મનો હીરો રિમીના પાત્રા સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ ફિલ્મની જેમ રિમીને હજી સુધી કોઈ પસંદ નથી આવ્યું કે જેની સાથે તે લગ્ન કરી શકે. અત્યારે રિમી સેન અફેર્સથી દૂર એક સાદું જીવન જીવી રહી છે. જોકે, હાલમાં તે એક્ટિંગથી દૂર છે. રિમીએ રિયાલિટી શો બિગબોસમાં પણ કામ કર્યું હતું. જોકે, રાજનીતિમાં પોતાને સાબિત કરવા માટે પણ રિમી ભાજપમાં સામેલ થઈ હતી, પરંતુ તે રાજનીતિમાં સક્રિય નથી.

આ પણ વાંચોઃ ક્રિકેટરની પત્નીથી લઈને ફિલ્મની અભિનેત્રિ સુધી, આ છે IPL ની ટોચની એન્કર

રિમીને એક્ટિંગમાં હવે કોઈ રસ નથી રહ્યો

જોકે, હવે રિમી સેનના મનમાં એક્ટિંગ અંગે કોઈ લાલચ નથી રહી. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનું મન હવે એક્ટિંગમાં નથી લાગી રહ્યું. એટલે તે હવે ફિલ્મો અને એક્ટિંગ સિવાય ડિરેક્શન અને પ્રોડક્શન કરવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.