ETV Bharat / sitara

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સુશાંતસિંહ અને નેપોટીઝમ મુદ્દે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Jul 17, 2020, 10:04 PM IST

રિચા ચઢ્ઢા બોલિવૂડની આખા બોલી અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી બેબાકી સાથે દરેક મુદ્દા પર વાત કરે છે. હવે સુશાંતના મૃત્યુ પછી બોલિવૂડમાં નેપોટીઝમ વિશે ચર્ચા ચાલી રહી છે, રિચાએ તેનો ઉલ્લેખ તેના બ્લોગમાં પણ કર્યો છે.

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સુશાંતસિંહ અને નેપોટીઝમ મુદ્દે આપી પ્રતિક્રિયા
અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સુશાંતસિંહ અને નેપોટીઝમ મુદ્દે આપી પ્રતિક્રિયા

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ સુશાંત સિંહ રાજપૂત અને હાલમાં ચાલી રહેલા નેપોટીઝમના મુદ્દે બ્લોગ લખ્યો હતો.

અભિનેત્રીએ કેટલીક વિશેષ પંક્તિઓથી શરૂઆત કરી છે.

યહ એક ખીલોના હે

ઇન્સાન કી હસ્તી

એ બસ્તી હે, મુરદા - પરસ્તો કી બસ્તી

યહાં પર તો જીવન સે ભી મોત સસ્તી

યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યાં હે..

આ પંક્તિ સાથે રિચાએ તેના લેખની શરૂઆત કરી અને બોલિવૂડના તમામ મુદ્દાઓ પર વાત કરી હતી.

રિચાએ લખ્યું છે કે, આ દિવસોમાં મારા કાનમાં સાહિર લુધિયાનવીના શબ્દો ગૂંજી રહ્યા છે. મારા મિત્ર સુશાંતના ગયા પછી નેપોટીઝમના મુદ્દે લોકો ચર્ચા કરી રહ્યા છે. આ દરેક વાતો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઇન્ડસ્ટ્રીને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, ઇનસાઇડર અને આઉટસાઇડર. હું માનું છું કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સમગ્ર ઇકો સિસ્ટમ સારા અને ખરાબ વર્તન પર આધારિત છે. મેં પણ અહીં ઘણો સમય પસાર કર્યો છે. હું માનું છું કે, ઇન્ડસ્ટ્રી એક ફૂડ ચેનની જેમ છે. લોકો પણ ઓછા નથી, જ્યારે તેઓને લાગે છે કે, હવે તેઓ જાતે જ આગળ વધી શકે છે, તો પછી તેઓ તેમના લોકોનો સાથ છોડી દે છે.

રિચાએ બુલિંગ વિશે લખ્યું છે કે, જ્યારે કોઈ તમારી સાથે બુલિંગ કરે છે, ત્યારે તમે ગુસ્સે થશો પરંતુ જ્યારે તમે તેની સાથે દાદાગીરી કરો છો, ત્યારે તે યોગ્ય લાગે છે.!

"આ તે જગ્યા છે જ્યાં સફળતા અને નિષ્ફળતા ખુલ્લેઆમ જોવા મળે છે. જ્યાં તમારી પર્સનલ લાઇફને પણ અસર થાય છે. કેટલીક વાર કોઈ એક્ટર ખોટા કારણોસર ચર્ચામાં આવે છે."

રિચા આગળ લખે છે કે, ઇનસાઈડર લોકો પણ દયાળુ અને ઉદાર હોઈ શકે છે અને બહારના લોકો પણ ઘમંડી હોઈ શકે છે. જ્યારે હું આ ક્ષેત્રમાં નવી હતી, ત્યારે કોઈ આઉટસાઈડર વ્યક્તિ દ્વારા અનુભવ્યું કે, હું કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ નથી. આ પ્રકારનો અનુભવ ધરાવતી હું એકલી જ નથી પણ ઘણા લોકો એવા છે,જેમણે આ અનુભવ કર્યો છે.

આ મુદ્દે સાંભળીને મને હસવું આવે છે. હું કોઈપણ સ્ટાર કિડને નફરત નથી કરતી. જો કોઈના પિતા સ્ટાર હોય, તો ... તે પણ જન્મ્યા હોય, જેમકે આપણે સામાન્ય પરિવારમાં થયો હોય. આપણને શુ માતાપિતા પર શરમ આવે છે, આપણને જે વારસામાં મળ્યું છે તેનાથી આપણે શરમ અનુભવીએ છીએ? તો પછી આ બધા સ્ટારકીડને કેમ કહેવું જોઈએ. શું મારા બાળકો મારી કારકિર્દી માટે શરમ અનુભવશે?

મારી અને સુશાંતની શરૂઆત એક જ થિયેટર ગ્રુપથી કરી હતી. તે સમય દરમિયાન, હું દિલ્હીના એક મિત્ર સાથે 700 ચોરસફૂટનો એપાર્ટમેન્ટ શેર કરીને અંધેરી વેસ્ટમાં રહેતી હતો. સુશાંત મને લેવા આવતો હતો. જેના માટે હું ખૂબ આભારી છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.