ETV Bharat / sitara

રીચા ચઢ્ઢા અને અલી ફઝલે મેરેજ રજિસ્ટ્રેશન માટે કરી અરજી, એપ્રિલની અંતમાં કોર્ટ મેરેજ કરશે

author img

By

Published : Feb 28, 2020, 1:52 PM IST

અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફઝલના સંબંધો હાલ ચર્ચામાં રહ્યાં છે. ત્યારે હવે બંને કલાકારોએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ સાથે બંનેએ મેરેજ રજિસ્ટ્રેશન માટે પણ અરજી કરી છે.

registration
રીચા ચઢ્ઢા અને અલી ફઝલે મેરેજ રજિસ્ટ્રેશન માટે કરી અરજી

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફેઝલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ત્યારે હવે બન્નેએ લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં માંડવાનું નક્કી કર્યું છે. સંભાવના છે કે, લવ બર્ડ્સ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં લગ્નનાં બંધનમાં બધાઇ જશે. મળતી વિગતો પ્રમાણે બંનેએ મુંબઈની કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.

હાલમાં ફક્ત રજિસ્ટ્રેશન માટેની તારીખ લેવામાં આવી છે. બંન્ને કલાકારોએ 'ફુકરે'માં સાથે કામ કર્યું છે. તેમજ ચાર વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. આ બન્ને કલાકારોની ડેટિંગના સમાચારો ઘણા સમયથી ખુબજ ચર્ચામાં રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.