ETV Bharat / sitara

ડ્રગ્સ કેસઃ અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મંજૂર, બાઇકુલા જેલમાંથી મળી રાહત

author img

By

Published : Oct 7, 2020, 8:06 PM IST

ડ્રગ્સ કેસઃ જમાનતા મળ્યા બાદ જેલથી બહાર આવી રિયા, જ્યારે શૌવિકની જમાનત ફગાવી
ડ્રગ્સ કેસઃ જમાનતા મળ્યા બાદ જેલથી બહાર આવી રિયા, જ્યારે શૌવિકની જમાનત ફગાવી

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ કાંડ બહાર આવ્યો હતો. જેમાં રિયા ચક્રવર્તીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે રિયાએ જામીન અરજી કરી હતી. રિયાને બુધવારના રોજ મુંબઇ હાઇકોર્ટ જામીન આપ્યા છે. રિયા સાથે બાકીના બે આરોપીઓને પણ જામીન આપવામાં આવી છે.

મુંબઇઃ એક મહિના જેટલા સમય મુંબઇના બાઇકુલા જેલ બંધ રિયાને બુધવારના સાંજે જેલમાંથી રાહત મળી છે. જ્યારે રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી અને અબ્દુલ બાસિત પરિહારને જમાનત આપવામાં આવી નથી. બોમ્બે હાઇકોર્ટે આ મામલે ઓનલાઇન સુનાવણી કરી હતી.

અદાલતની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવી હતી, જે સાથે જ રિયાને છોડવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે રિયા સાથે બાકીના બે દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાડાને પણ જમાનત આપવામાં આવી છે.

  • Mumbai: Actor Rhea Chakraborty released from Byculla jail after a month.

    She was granted bail by Bombay High Court in a drug-related case filed against her by Narcotics Control Bureau (NCB) pic.twitter.com/FlfP1re1cQ

    — ANI (@ANI) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • બોમ્બે હાઇકોર્ટ અમુક શર્તો સાથે રિયાને જમાનત આપી છે, જેમાં....
  1. રિયાએ 1 લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવવા પડશે
  2. પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે
  3. મુંબઇથી બહાર જવા માટે પરમિશન લેવી પડશે.
  4. નજીકના પોલીસ સ્ટેશનમાં 10 દિવસ સુધી હાજરી પુરાવવી પડશે
  5. અદાલતની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરી શકશે નહી
  6. તપાસ કર્તા અધિકારીઓને જણાવ્યા વગર મુંબઇવની બહાર જઇ શકશે નહી

આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે મંગળવારના રોજ એનડીપીએસ કોર્ટ રિયા, શૌવિક, સૌમુએલ, દિપેશ, બાસિત અને જૈદની ન્યાયિક હિરાસત 20 ઓક્ટોબર સુધી વધારી હતી.

જ્યારે 8 સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કર્યા બાદ તેને ભાયખલા જેલમાં મોકલવામાં આવી હતી. રિયા છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.