ETV Bharat / sitara

બિગ બી અને રશ્મિકા અભિનીત 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું

author img

By

Published : Apr 4, 2021, 1:22 PM IST

અમિતાભ બચ્ચન અને સાઉથ સેન્સેશન રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. વિકાસ બહલ આ ફિલ્મના ડાયરેક્ટર છે.

બિગ બી અને રશ્મિકા અભિનીત 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું
બિગ બી અને રશ્મિકા અભિનીત 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું

  • રશ્મિકાએ શુક્રવારથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે
  • વિકાસ બહલ અને એકતા કપૂર ફરીથી 'ગુડબાય'માં ફરી એક સાથે આવી રહ્યા છે
  • વિકાસ બહલ આ ફિલ્મના ડાયરેક્ટર છે.

મુંબઇ: બાલાજી ટેલિફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટની આગામી ફિલ્મ 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કરી રહ્યા છે અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથ સેન્સેશન રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મના મુહૂર્તનું શુટિંગ શુક્રવારે મુંબઇમાં થયું હતું

ફિલ્મના મુહૂર્તનું શુટિંગ શુક્રવારે મુંબઇમાં થયું હતું. રશ્મિકાએ શુક્રવારથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બિગ બી 4 એપ્રિલથી શૂટિંગનો ભાગ બનશે. વિકાસ બહલ અને એકતા કપૂર ફરીથી 'ગુડબાય'માં ફરી એક સાથે આવી રહ્યા છે. જેમણે અગાઉ લૂંટેરા અને ઉડતા પંજાબ જેવી વિવેચક વખાણાયેલી ફિલ્મોમાં સહયોગ આપ્યો હતો. જે બંને ખૂબ વખાણાઈ હતી.

આ પણ વાંચો: અલ્ટ બાલાજી અને G5ની સિરીઝ 'કહને કો હમસફર હૈ-3'નું ટ્રેલર રિલીઝ

ગુડબાય એક ખૂબ જ ખાસ વિષય છે

ઉત્સાહિત નિર્માતા એકતા કપૂરે 'ગુડબાય' વિશે જણાવ્યું હતું કે, ગુડબાય એક ખૂબ જ ખાસ વિષય છે. જેમાં ભાવના અને મનોરંજનનું સમાન માપ છે. આ એક વાર્તા છે. જે પ્રત્યેક પરિવાર સાથે જોડાયેલી લાગશે. હું બચ્ચનજી સાથે કામ કરવા આતુર છું અને રશ્મિકા મંદાનાને આ સુંદર ફિલ્મમાં રજૂ કરવા માટે રોમાંચિત છું.

આ પણ વાંચો: એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ પર 'કોરોના ઈફેક્ટ', શૂટિંગ બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.