ETV Bharat / sitara

પ્રખ્યાત નૃત્યાંગના અમલા શંકરનું 101 વર્ષની વયે નિધન

author img

By

Published : Jul 24, 2020, 2:14 PM IST

પ્રખ્યાત નૃત્યાંગના અમલા શંકર છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા. આજે સવારે 101 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. આ જાણકારી તેમની પૌત્રી શ્રી નંદા શંકરે આપી હતી.

Noted dancer
જાણીતા નૃત્યાંગના અમલા શંકરનું 101 વર્ષની વયે નિધન

કોલકાતા: પ્રખ્યાત નૃત્યાંગના અમલા શંકરનું કોલકાતા સ્થિત નિવાસ સ્થાને શુક્રવારે સવારે 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ વાતની જાણકારી તેમની પૌત્રી શ્રીનંદા શંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી.

સૂત્રો અનુસાર અમલા શંકર છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા. શુક્રવારે તેમની તબિયત વઘુ ખરાબ થતાં તેમણે દુનિયાને અલવિદા કરી દીધી હતી. તેમના નિધનથી ભારતીય નૃત્ય જગતમાં એક સુવર્ણ યુગનો અંત થઇ ગયો. અમલા શંકર જાણીતા નૃત્યાંગના ઉદય શંકરની પત્ની હતી. અમલા શંકરની પુત્રી મમતા શંકર પણ એક જાણીતી નૃત્યાંગના છે.

અમલા શંકરનો જન્મ 27 જૂન 1919 ના ભારતના જસોરમાં થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે તેમણે ઇન્ટરનેશનલ કોલોનિયલ એકઝીબેશનમાં ભાગ લીધો હતો. ત્યાં તેમની મુલાકાત ઉદય શંકર સાથે થઇ હતી. ત્યારબાદ અમલા શંકર તેમની નૃત્યમંડળીમાં સામેલ થઇ ગયા હતા. 1942માં બંન્નેના લગ્ન થયા હતા. તેમની નૃત્ય જોડી ખૂબ જ મશહૂર થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.