ETV Bharat / sitara

એમેઝોન પ્રાઇમ વીડિયો પર 29 જાન્યુઆરીએ રિલીઝ થશે 'માસ્ટર'

author img

By

Published : Jan 27, 2021, 1:35 PM IST

એમેઝોન પ્રાઇમ વીડિયોએ થલપતિ વિજય અને વિજય સેતુપતિની ફિલ્મ 'માસેટર'ને લઇને મોટી જાહેરાત કરી છે.

Amazon Prime
Amazon Prime

  • 29 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ પર ફિલ્મ થશે રિલીઝ
  • સિનેમાઘરમાં 13 જાન્યુઆરીએ થઇ હતી રિલીઝ
  • ફિલ્મની વાર્તા શરાબી પર

મુંબઇ : તમિલ એક્શન થ્રીલર ફિલ્મ 'માસ્ટર' 29 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તલપતિ વિજય અને સેતુપતિ મુખ્ય પાત્રમાં છે.

લોકેશ કંગરાજે વાર્તા લખીને નિર્દેશન પણ કર્યું

આ ફિલ્મની વાર્તા લોકેશ કંગરાજે લખી છે અને તેમણે જ આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ પોંગલના સમયે 13 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી.

'માસ્ટરની વાર્તા'

'માસ્ટર' ફિલ્મની વાર્તા જૉન દુરાઇરાજ નામના એક શરાબી પ્રોફેસર (વિજય)ની આસપાસ ફરે છે. જેનો એક નાબાલિગ સ્કૂલમાં મોકલવામાં આવે છે. જ્યાં તે ભવાની (સેતુપતિ) જેવા ગેંગસ્ટરને મળે છે, જે બાળકોનો ઉપયોગ અપરાધિક કાર્યો માટે કરતો હોય છે.

અન્ય દેશના દર્શક પણ લઇ શકશે એમેઝોન પર ફિલ્મનો આનંદ

વિજયએ કહ્યુ કે તે 'ખુશ' છે કે આ ફિલ્મનો આનંદ એમેજોન પર ભારત સહિત અન્ય દેશોના દર્શકો પણ લઇ શકશે. કંગરાજે કહ્યું કે, આ ખુબ જ સુખદ અનુભવ છે કે આ ફિલ્મ વેશ્વિક સ્તર પર એમેઝોન પર રિલીઝ થઇ રહી છે.

અન્ય કલાકારો

આ ફિલ્મમાં માલવિક મોહન, અંદ્રેયા જરમેહ સહિત અન્ય કલાકોરો પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.