ETV Bharat / sitara

lock up Show Contestant: કંગના રનૌતના 'લોક અપ'માં પહોંચી બબીતા ​​ફોગાટ, જાણો કોણ છે બબીતા ​​ફોગાટ

author img

By

Published : Feb 25, 2022, 4:09 PM IST

રિયાલિટી શો 'લોક અપ'માં પહલવાન બબીતા ​​ફોગાટને ચોથી સ્પર્ધકના (lock up Show Contestant) રૂપમાં જાહેર કરવામાં આવ્યું છે. આ શોમાં કુલ 16 સેલિબ્રિટીઓ છે. જે સતત 1 મહિના સુધી જેલમાં રહેશે. જણાવીએ કે, 'લોક અપ' શો (Lock up Show) 27 ફેબ્રુઆરીથી Alt બાલાજી અને MX પ્લેયર પર સ્ટ્રીમિંગ થશે.

lock up Show Contestant: કંગના રનૌતના 'લોક અપ'માં પહોંચી બબીતા ​​ફોગાટ, જાણો કોણ છે બબીતા ​​ફોગાટ
lock up Show Contestant: કંગના રનૌતના 'લોક અપ'માં પહોંચી બબીતા ​​ફોગાટ, જાણો કોણ છે બબીતા ​​ફોગાટ

મુંબઈ: કુસ્તીબાજ બબીતા ​​ફોગાટ કંગના રનૌતના રિયાલટી શો 'લોક અપ'માં (Lock up Show) જવા માટે હવે તૈયાર છે. ટીવી અભિનેત્રી નિશા રાવલ, પૂનમ પાંડે અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી પછી બબીતા ​​આ રિયાલિટી શોની ચોથી સ્પર્ધક (lock up Show Contestant Babiya Fogate) છે. આ દરમિયાન બબીતા ​​ફોગાટ જણાવે છે કે, હું 'લોક અપ' જેવા શોમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે, મેં ક્યારેય એવો શો કર્યો નથી જે 24 કલાક લાઈવ હોય. તેથી તેનો ભાગ બનવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.

બબીતા ફોગાટે કહ્યું...

"આ શો દ્વારા, લોકોને ખબર પડશે કે હું કોણ છું, અગાઉ દર્શકો મને 'દંગલ' ફિલ્મથી ઓળખતા હતા. તેથી, હવે લોકો મારું વાસ્તવિક વ્યક્તિત્વ, મારી પસંદ-નાપસંદ અને ખરેખર મારું વાસ્તવિક જીવન' કેવું છે તે જાણવા મળશે.

આ પણ વાંચો: Dear Father Release Date: 40 વર્ષ બાદ પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં પરત ફરશે

જાણો બબીતા ફોગાટે વિશે

બબીતા ​​ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા કુસ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત, 2018 અને 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2012 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બાદ 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

જાણો આ સ્પર્ધકો સાથે જેલમાં શું થશે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ 'લોક અપ' શોને હોસ્ટ કરશે. આ શોમાં કુલ 16 સેલિબ્રિટીઓ છે, જેઓ કોઇ પણ સુખ સુવિધા વિના 1 મહિના સુધી જેલમાં રહેશે અને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે. જણાવીએ કે, 'લોક અપ' 27 ફેબ્રુઆરીથી Alt બાલાજી અને MX પ્લેયર પર સ્ટ્રીમિંગ થશે.

આ પણ વાંચો: RRRથી 'રોબોટ-2' સહિતની આ ફિલ્મોનું શૂટિંગ યુક્રેનની સુંદર વાદીઓમાં થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.