ETV Bharat / sitara

Lata Mangeshkar Death: જાણો લતાજી કોની પ્રેરણાથી બન્યા હતા સુરોના રાણી

author img

By

Published : Feb 6, 2022, 2:59 PM IST

જેમના કંઠે સાક્ષાત માં સરસ્વતીનો વાસ હતો તેવા સુરોના મહારાણીનું લતાજીનું આજે રવિવારે નિધન (Lata Mangeshkar Death) થયુ છે. જેના સમાચાર મળતા જ દેશને મોટો આઘાત લાગ્યો છે. જાણીને આશ્ચર્ય થશે કે જે ઉંમર બાળકોની રમવાની, મસ્તી કરવાની હોય તેવી નાની વયમાં લતાજી પર પરિવારનો કારભાળ આવી ગયો હતો. એટલે કે લતાજીએ 13 વર્ષની વયે પોતાની કારકિર્દી (Lata Mangeshkar Biography) બનાવા તરફ પ્રથમ પગલું ભર્યું હતું. જાણો લતાજી કોની પ્રેરણાથી સુરોની રાણી બન્યાં હતા?

Lata Mangeshkar Death: જાણો લતાજી કોની પ્રેરણાથી બન્યા હતા સુરોના રાણી
Lata Mangeshkar Death: જાણો લતાજી કોની પ્રેરણાથી બન્યા હતા સુરોના રાણી

ન્યૂઝ ડેસ્ક: લતાજીએ (Lata Mangeshkar Death) 13 વર્ષની આયુમાં પોતાના કરિયરનો પ્રારંભ (Lata Mangeshkar Biography) કર્યો હતો. આ સાથે તેણે પોતાનામાં રહેલી ટેલેન્ટને ખુબ નાની વયમાં સમજવાની ક્ષમતા સાથે તે લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે. લતાજીના જીવનના ખાસ તબક્કાની વાત કરીએ તો 1942માં તેના પિતાનું અવસાન થઇ ગયું હતું, ત્યારે લતાજી માત્ર 13 વર્ષના હતા. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી તેના ખભે આવી ગઇ હતી. કારણ કે લતાજી ભાઇ-બહેનમાંથી સૌથી મોટા હતાં.ખાસ એ છે કે, લતાજીના કારકિર્દીમાં તેની માતાનો કેટલો મહત્વનો રોલ રહ્યો હતો. વાંચો અહેવાલ..

લતાજીના માતા શિવનતિ મંગેશકર ગુજરાતી હતા

આ ઉપરાંત લતાજીના પિતાના અવસાન બાદ 53 વર્ષ સુધી તેની માં શિવનતિ મંગેશકરે માં અને બાપ બન્નેની જિમ્મેદારી ખુબ સારી રીતે અદા કરી હતી તેમજ લતાજીએ તેની માતાની પુણ્યતિથી પર ટવીટ કરી કહ્યું હતું કે, તેની માતાને અમે માઇ કહીને પુકારતા હતા. સાથે જ તેણે એ પણ જણાવ્યું હતું કે, માઇ પાસેથી જ તેણે સ્વાભિમાનથી જીવતા શીખ્યું હતું અને તેને આપેલી હિંમત અને તેને ચીંધેલા માર્ગ પર જ તેઓ હમેંશા ચાલતા હતાં. જણાવીએ કે, લતાજીના માતા શિવનતિ મંગેશકર ગુજરાતી હતા. લતાજીએ કહ્યું હતું કે માં જેવો વહાલ કોઇ ના કરી શકે. લતાજીએ તેની માતાને એક મરાઠીમાં ગીત પણ અર્પણ કરીયું છે.

લતાજીના પિતાના અવસાન બાદ તેની માતા જ તેની હિંમત બની

આ વાત પરથી એવું કહી શકાય કે, લતાજીના પિતાના અવસાન બાદ તેની માતા જ તેની હિંમત બની હતી. માઇ શિવનતિ મંગેશકરની આપેલી સલાહ અને હિંમતથી લતાજીએ દુનિયામાં તેના સુરથી ડંકો વગાડ્યો હતો. જેના પગલે લતાજીએ ભારતની વિવિધ 30 ભાષામાં ગીતો ગાયા છે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ છે. જણાવીએ કે, લતાજીને સંગીત વિધા તેના પિતા દિનાનાથ મંગેશકર પાસેથી મળી હતી. લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું છે.

લતાજીની માતા ગુજરાતી હોવાથી તેને ગુજરાતી પણ શીખવા મળ્યું અને તેણે ગુજરાતી ગીતોમાં સુરોની રમઝટ બોલાવી હતી. જેમાંના કેટલાક નીચે છે. જાણો.....

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો (Lata Mangeshkar Gujarati Songs) ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય… વૈષ્ણવજન તો તેને રે કહીએ… અને માને તો મનાવી લેજો રે…. એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છે. કોઈ તો કહોને કઈ દિશા…સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.

આ પણ વાંચો: ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌક્સીએ સ્વર કોકિલા વિશે કહી આ વાતો, જે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય...

જાણો તેના ગુજરાતી ગીતો વિશે

લતા મંગેશકરનું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે. ઓધાજી મારા વાલાને…મારા મનડાના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે. કોઈ ગોતી દ્યો મારો રામચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું. દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમાં પણ લતાજીના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

પાંદડું લીલું ને રંગ રાતો ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું

પાંદડું લીલું ને રંગ રાતો…આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે. જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું. નારી તું નારાયણી ફિલ્મનું વહેલી પરોઢનો વાયરો ગીતમાં પણ લતા મંગેશકરના સ્વરે ગાવામાં આવ્યું છે. અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું મારા તે ચિત નો ચોર ગીત પણ લતા મંગેશકરે ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું. લતા મંગેશકરના અવાજમાં લાગમાં આવેલું મહેંદી તે વાવી માળવે…મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ

છાનુ છપનુમાં તેમણે એક રજકણ સૂરજ…ગાઈને દિલ જીતી લીધા હતા તો પારકી થાપણમાં બેના રે….ગીત ખુબ પોપ્યુલર થયુ હતુ. લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ…અને જનમ જનમના સાથીમાં જોય જોય થાકી…સુપર ડુપર હીટ ગીત છે. જયશ્રી યમુના મંથનમાં..યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ આપી દીધો છે.

લતાજીએ વિવિધ ભાષામાં ગીતો ગાયા

આ સિવાય લતા મંગેશકરે માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, દીકરી તો પારકી થાપણ કહેવાય …,વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ…,હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે… જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.

આ પણ વાંચો: લતા દીદીના આ ગીતો તેમની હંમેશા અપાવશે યાદ, સાંભળીને આંસુ નહીં રોકાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.