ETV Bharat / sitara

'ક્વિન'ને Y શ્રેણીની સુરક્ષા, કંગનાએ અમિત શાહનો માન્યો આભાર

author img

By

Published : Sep 7, 2020, 12:38 PM IST

Updated : Sep 7, 2020, 3:42 PM IST

અભિનેત્રી કંગના રનૌતને Y- શ્રેણીની સુરક્ષા મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પર સ્વીકૃતિ આપી છે. જોકે આ પહેલા હિમાચલ પ્રદેશની સરકારે કંગનાએ સુરક્ષા આપવાની વાત કરી હતી. હવે કંગનાને Y શ્રેણીની સુરક્ષા મળી ગઈ છે.

Kangana Ranaut
Kangana Ranaut

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવાને લઇનેન સ્વીકૃતિ આપી છે. કંગના રનૌતે તેના પર કહ્યું કે, દેશભક્તિનો અવાજ ફાસીવાદીને કચડી નાખશે નહીં.

વાઇ શ્રેણીની સુરક્ષા આપવાની માહિતી પર કંગનાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, હું @AmitSHah ની આભારી છું, તે ઇચ્છે છે તો સ્થિતિને લીધે મને થોડા દિવસો બાદ મુંબઇ જવાની સલાહ આપી શકતા હતા, પરંતુ ભારતની એક દિકરીના વચનોનું માન રાખ્યું છે, આપણે સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી છે, જય હિંદ...

આ પહેલા હિમાચલ સરકારે કંગનાને સુરક્ષા પ્રદાન કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે રવિવારે રાજ્ય સરકારે બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને રાજ્યમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે અને તેમના મુંબઇ પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવા પર સરકાર વિચાર કરી રહી છે.

  • ये प्रमाण है की अब किसी देशभक्त आवाज़ को कोई फ़ासीवादी नहीं कुचल सकेगा,मैं @AmitShah जी की आभारी हूँ वो चाहते तो हालातों के चलते मुझे कुछ दिन बाद मुंबई जाने की सलाह देते मगर उन्होंने भारत की एक बेटी के वचनों का मान रखा, हमारे स्वाभिमान और आत्मसम्मान की लाज रखी, जय हिंद 🙏 https://t.co/VSbZMG66LT

    — Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્ય પ્રધાને પત્રકારોને કહ્યું કે, તેમણે સુરક્ષા ઉપલબ્ધ કરાવવું કર્તવ્ય છે, કારણ કે, તે હિમાચલ પ્રદેશની દિકરી છે અને એક સેલિબ્રિટી છે.

પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા ઠાકુરે કહ્યું કે, કંગના રનૌતની બહેન અને તેમના પિતાએ સરકારની મદદ લઇને અભિનેત્રીને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો.

ઠાકુરે કહ્યું કે, તેમની બહેને રવિવારે મને ફોન કર્યો અને મારી સાથે વાત કરી હતી. તેમના પિતાએ રાજ્ય પોલીસને પત્ર લખીને સુરક્ષા આપવાની માગ કરી છે. આ માટે ડીજીપીએ રાજ્યમાં અભિનેત્રીને સુરક્ષા આપવા જણાવ્યું છે.

Last Updated : Sep 7, 2020, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.