મુંબઈઃ કામ્યા પંજાબીએ શનિવારે બૉયફ્રેન્ડ શલભ સાથે સગાઈ કરી લીધી છે. જેની તસવીર તેણે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં બંને પરિવાર અને મિત્રોની સાક્ષીમાં પારંપરિક રીતે સગાઈ કરતાં જોવા મળી રહ્યાં છે.
9 ફેબ્રુઆરીએ એટલે કે, આજે બંનેની પ્રીવેડિંગ રસમ થશે. જેમાં મહેંદી, પીઠી અને સંગીતની સહિતાના રીતિ-રિવાજ મુજબ થશે. 10 ફેબ્રુઆરીએ આ યુગલ લગ્નગ્રંથીમાં જોડાશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ એક ગ્રેન્ડ પાર્ટી અને દિલ્હીમાં રિસેપ્શન આપશે.
નોંધનીય છે કે, શલભ અને કામ્યા છેલ્લા કેટલાંય સમયથી પ્રેમમાં હતા. જેને તેઓ 11 ફેબ્રુઆરીએ એક નામ આપશે. કામ્યાનું બીજુ લગ્ન છે. આ પહેલા તેણે બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. જે વર્ષ 2013માં અંત આણ્યા બાદ કામ્યા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહી છે.