ETV Bharat / sitara

એક્ટ્રેસ કામ્યા પંજાબીએ કરણ પટેલ સાથેના બ્રેકઅપની વાત કરી શેર

author img

By

Published : Jun 29, 2020, 5:51 PM IST

કામ્યા પંજાબીએ એક પોર્ટલ સાથેની વાતચીતમાં અભિનેતા કરણ પટેલ સાથેના તેના બ્રેકઅપ વિશે વાત કરી હતી. કરણ સાથે બ્રેકઅપ થયા પછી ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં તેમને અઢીવર્ષ લાગ્યાં હતા.

એક્ટ્રેસ કામ્યા પંજાબીએ કરણ પટેલ સાથેના બ્રેકઅપની  વાત કરી શેર
એક્ટ્રેસ કામ્યા પંજાબીએ કરણ પટેલ સાથેના બ્રેકઅપની વાત કરી શેર

મુંબઇ: ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ એક્ટર કરણ પટેલ સાથેના તેના બ્રેકઅપ વિશે ખુલ્લને વાત કરી હતી.

આ સાથે અભિનેત્રીએ કહ્યું કે, આ દરમિયાન તે ડિપ્રેશનમાં પણ આવી ગઈ હતી. આ હતાશામાંથી બહાર આવવામાં તેમને લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. પછી

કામ્યા પંજાબીએ જણાવ્યું હતું કે, બ્રેકઅપ થયા પછી મ હું મારામાં ગૂંચવાયેલી રહે હતી. હું ન ખાતી કે ન સૂતી મને કંઇ કરવાનું મન થતું ન હતું. હું હતાશામાં હતી.

કામ્યા તે સમય અને તે સંબંધને બિલકુલ યાદ કરવા માગતી નથી.

કામ્યાએ તેના તાજેતરના જીવનસાથી વિશે, તેણી કોઈ તુલના ઇચ્છતી નથી કારણ કે તે સંબંધ જેલ જેવો હતો. કામ્યાએ કહ્યું, હવેથી મેં ફરીથી જીવન જીવવાનું શરૂ કર્યું છે, હવે હું કોઈ પણ કિંમતે સમાધાન કરવા તૈયાર નથી.

કામ્યા પંજાબીએ તાજેતરમાં બિઝનેસ મેન શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કર્યા છે.

કામ્યા ખૂબ જ ખુશ છે કે તેનો પતિ શલભ ડાંગ તેને ખૂબ જ ચાહે છે. તેણે કહ્યું, 'શલભે મને જોઇ છે અને જેમ હું છું તેમ મને સ્વીકારી લીધો છે. તેં મારી ખૂબ ઈજ્જત કરે છે.

એવું નથી કે, મેં રાતભર શલભ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મેં તેની સાથેના સંબંધોને પણ સમય આપ્યો. તેના પરિવારને મળ્યા, બધું જોયું અને પછી હા પાડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.