ETV Bharat / sitara

Money Laundering Case against Jacqueline:200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ હાજર થશે

author img

By

Published : Dec 11, 2021, 3:54 PM IST

Money Laundering Case in Jacqueline:200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ હાજર થશે
Money Laundering Case in Jacqueline:200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ હાજર થશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) શનિવારે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી શકે છે. જેકલીન રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ (money laundering case against jacqueline)સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે

  • 200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ હાજર થશે
  • અભિનેત્રીને પૂછપરછ માટે દિલ્હીમાં ED ઓફિસમાં બોલાવવામાં આવી હતી
  • જેકલીનને દેશની બહાર જવાની પરવાનગી નથી

ન્યુઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ (money laundering case against jacqueline) ઓછી થવાનું નામ નથી લઈ રહી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ 200 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં વારંવાર પૂછપરછ માટે અભિનેત્રીને સમન્સ (ED issues summons jacqueline fernandez) મોકલી રહ્યું છે. નોંધનીય છે કે શનિવારે ફરી એકવાર અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

જેકલીનને EDએ મુંબઈ એરપોર્ટ પર રોકી હતી

અગાઉ 8 ડિસેમ્બરે અભિનેત્રીને પૂછપરછ માટે દિલ્હીમાં ED ઓફિસમાં બોલાવવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. અભિનેત્રીએ ફરી એકવાર આ કેસમાં પોતાની સંડોવણીના તમામ આરોપોને ફગાવી દીધા હતા. જેકલીનને દેશની બહાર જવાની પરવાનગી નથી, આવી સ્થિતિમાં, અભિનેત્રી 5 ડિસેમ્બરે વિદેશ ટૂર પર જઈ રહી હતી, પરંતુ EDએ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. આ પછી, સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને 8 ડિસેમ્બરે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું.

જેકલીન પણ ટૂંક સમયમાં આ ટૂરનો ભાગ બનશે, સલમાને કરી પુષ્ટિ

જેકલીન એક્ટર સલમાન ખાનના દબંગ ટૂર માટે સાઉદી અરેબિયા જઈ રહી હતી. આ ટૂર 10 ડિસેમ્બરથી રાજધાની રિયાધથી શરૂ થયો છે. શુક્રવારે, સલમાન ખાને રિયાધથી આ વાતની પુષ્ટિ કરી હતી કે જેકલીન પણ ટૂંક સમયમાં આ ટૂરનો ભાગ બનશે.

એજન્સીએ PMLA સમક્ષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી

સુકેશ ચંદ્રશેખર (sukesh chandrasekhar fruad case) અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પોલ વિરુદ્ધ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં ED જેકલીનની વારંવાર પૂછપરછ કરી રહી છે. એજન્સીએ હાલમાં જ આ કેસમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સમક્ષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, અને તેમાં ચંદ્રશેખર, તેની પત્ની અને અન્ય છ લોકોનું નામ આપ્યું હતું.

ચાર્જશીટમાં દાવો ચંદ્રશેખરે જેકલીનને મોંઘી ગીફ્ટ આપી હતી

ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ચંદ્રશેખરે જેકલીનને ઘણી મોંઘી ગીફ્ટ આપી હતી. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક પ્રભાવશાળી લોકોને છેતરવાનો પણ આરોપ છે. ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચંદ્રશેખરે જેકલીનને ઘણી મોંઘી ભેટ આપી હતી. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક પ્રભાવશાળી લોકોને છેતરવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો: Congratulations Katrina And Vicky: રણબિર અને સલમાન સિવાઇ બોલિવૂડનાં તમામ અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: Katrina Vicky wedding photos: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા થયાં વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.