ETV Bharat / sitara

BIRTHDAY SPECIAL: કોકિલ કંઠી આશા ભોસલેએ ગાયા છે 12 હજાર કરતાં પણ વધુ ગીતો

author img

By

Published : Sep 8, 2020, 9:11 AM IST

આશા ભોસલેએ ભારતીય સિનામામાં હજારો ગીતોનું યોગદાન આપ્યું છે અને તેમની સિંગિંગને લઇને એક વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો છે.હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આશા તાઇના નામથી પ્રખ્યાત આશા ભોસલેએ અત્યાર સુધી 12 હજારથી વધુ ગીતોમાં સ્વર આપ્યા છે.

આશા ભોસલેનું જન્મદિવસ
આશા ભોસલેનું જન્મદિવસ

મુંબઇ : ભારતીય સિનેમા સંગીતને એક મુકામ સુધી પહોંચાડવામાં આશા ભોસલેનું મહત્વનું યોગદાન રહ્યું છે. 12 હજારથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપનારા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે. આશા તાઈના નામે જાણીતા આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના થયો. તેમણે ફક્ત હિન્દી ભાષામાં જ નહીં પણ મરાઠી, બંગાળી, પંજાબી, તામિલ, મલયાલમ, અંગ્રેજી અને રૂસી ગીતોમાં પણ અવાજ આપ્યો છે. તેમના જન્મદિવસે જાણીએ તેમના જીવન અને કરિઅર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

ભોસલેનું જન્મદિવસ
આશા ભોસલે માતા પિતા સાથે

આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકર પણ શાસ્ત્રીય ગાયક હતા, પણ જ્યારે આશા ભોસલે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું આવસાન થયું. પછી તેમના પરિવાર સાથે તેઓ પુણેથી કોલ્હાપુર અને તેના પછી મુંબઇ આવી ગયા. પરિવારની મદદ કરવા માટે આશા ભોસલેએ પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને ગીતો ગાવાનું શરૂ કર્યું. આશા ભોસલેએ ભલે લતા મંગેશકર સાથે ગાવાનું શરૂ કર્યું હોય, પણ કરિઅરમાં તેમને ઊંચાઈઓ સિદ્ધ કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે પહેલા ઓછા બજેટવાલી ફિલ્મો માટે ગીતો ગાયા અને તેના પછી ધીમે ધીમે તે ભારતીય સિનેમા સંગીતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી.

ભોસલેનું જન્મદિવસ
આશા ભોસલે

આશા ભોસલેએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'માઝા બલ' માટે ગાયું હતું, જેના શબ્દો હતા 'ચલા ચલા નવ બાલા'. તે વખતે તેમની ઉંમર માત્ર 10 વર્ષ હતી. હિન્દી ફિલ્મની વાત કરીએ તો 16 વર્ષની ઉંમરમાં આશાજીએ પહેલું હિન્દી ગીત ગાયું હતું જે ફિલ્મનું નામ છે 'રાત કી રાની'. વર્ષ 1952માં આવેલી ફિલ્મ 'સંગદિલ'માં ગાયેલા ગીતે તેમને ફર્સ્ટ બ્રેક થ્રૂ આપ્યો જેને સાજિદ મુસ્તફાએ કમ્પોઝ કર્યું હતું. ત્યાર પછી તેમણે અનેક ફિલ્મોમાં ગીતો ગાયા.

ભોસલેનું જન્મદિવસ
આશા ભોસલે

તેમણે અનેક સુપરહિટ ગીતો ગાયા છે જેમાં ચુરા લીયા હૈ તુમને જો "દિલ કો- ફિલ્મ યાદો કી બારાત" (1973), "પિયા તૂ અબ તો આજા - ફિલ્મ કારવા" (1971), " દમ મારો દમ- ફિલ્મ હરે રામ હરે કૃષ્ણા" (1971)," મેરા નામ શબનમ - કટી પતંગ" (1970)," હંગામાં હો હયા - ફિલ્મ અનહોની" (1973), " આઇયે મેહરબા - ફિલ્મ હાવડા બ્રિજ" (1958), " ખતૂબા - ફિલ્મ અલીબાબા ઓર ચાલીસ ચૌર" , "દુનિયા મેં લોગો કો - ફિલ્મ અપના દેશ" (1972)," જરા સા ઝૂમ લૂ મેં -ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગે" (1995)," રંગીલા રે -ફિલ્મ રંગલા" (1995)નો સમાવેશ થાય છે.

ભોસલેનું જન્મદિવસ
આશા ભોસલે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.