ETV Bharat / sitara

Bahubali Web Series : બાહુબલી વેબ સિરીઝે દોઢસો કરોડ પાણીમાં વહેતા કર્યાં- જાણો તેનું કારણ

author img

By

Published : Jan 25, 2022, 4:49 PM IST

Updated : Jan 25, 2022, 4:56 PM IST

બાહુબલી સીરીઝે સિનેમાઘરોમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. તેની ગાંડી સફળતા જોઈને નેટફ્લિક્સે (Netflix top series) બાહુબલીઃ બિફોર ધ બિગિનિંગ' (Bahubali series on Netflix) નામની ફિલ્મ સિરીઝની પ્રિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે આ વેબ સિરીઝ (Web series release today) પર અધવચ્ચે જ રોક લગાવી દેવાય છે.

બાહુબલી વેબ સિરીઝે દોઢસો કરોડ પાણીમાં વહેતા કર્યાં- જાણો તેનું કારણ
બાહુબલી વેબ સિરીઝે દોઢસો કરોડ પાણીમાં વહેતા કર્યાં- જાણો તેનું કારણ

નવી દિલ્હીઃ સાઉથ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી' સિરીઝે સિનેમાઘરોમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. તેની સફળતા જોઈને નેટફ્લિક્સે (Netflix top series) બાહુબલી: બિફોર ધ બિગિનિંગ નામથી ફિલ્મ સિરીઝની (Bahubali series on Netflix) પ્રિક્વલ બનાવવાનું એલાન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં મેકર્સ બાહુબલીની માતા શિવગામીનીની પર પૂરો આધારિત હતો. નેટફ્લિક્સ દ્વારા આ પ્રોજેક્ટ માટે સૌપ્રથમ મૃણાલ ઠાકુરને સાઈન કરાયા હતા. જેનું નિર્દેશન દેવ કટ્ટા કરવાના હતા, પરંતુ હવે આ વેબ સિરીઝ (Web series release today) અધવચ્ચે જ બંધ કરી દેવાય છે.

વેબ સિરીઝ પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો

આ મોટા બજેટની વેબ સિરીઝ પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો અને લગભગ 6 મહિના સુધી કામ ચાલ્યું હતું. આ માટે હૈદરાબાદમાં વિશાળ સેટ પણ બનાવાયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મૃણાલ ઠાકુર સિવાય અભિનેત્રી વામિકા ગબ્બી અને સાઉથ સુપરસ્ટાર નયનતારાની આ સિરીઝ માટે પસંદગી કરાઇ હતી. મળતા અહેવાલ મુજબ, બાહુબલી: ધ બિગિનિંગને લઈને જે પ્રકારનું આયોજન કરાયું હતું, તે ઘણા પ્રયત્નો પછી પણ પૂરું થઈ શક્યું નથી. અપેક્ષા મુજબ ન બની શકવાને કારણે મેકર્સે તેને બંધ કરવાનું યોગ્ય માન્યું હતું. ખરેખર તો બાહુબલી એક મજબૂત કન્ટેન્ટ છે અને મેકર્સ તેના પર કોઈ જોખમ લેવા માંગતા નથી.

આ પણ વાંચો: શિલ્પાએ આપ્યો ફેન્સને 'શિલ્પા મંત્ર', જાણો શું છે આ 'શિલ્પા મંત્ર'

મેકર્સ ભવિષ્યમાં તેને બનાવવા પર પુનર્વિચાર કરવાની સંભાવના

જણાવીએ કે બાહુબલીમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, સત્યરાજ, નાસાર અને સુબ્બારાજુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બાહુબલીએ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સારો દેખાવ કર્યો હતો. 39મા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર થયું હતું અને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા હતાં. જો કે એવું માનવામાં આવે છે કે, તે હોલ્ડ પર છે અને મેકર્સ ભવિષ્યમાં તેને બનાવવા પર પુનર્વિચાર કરશે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આ પણ વાંચો: REPUBLIC DAY 2022 : દેશમાં ગણતંત્ર દિવસ 2022ની તૈયારીઓ પૂરજોશમાં, જૂઓ તસવીરો

Last Updated :Jan 25, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.