ETV Bharat / sitara

આયુષ્માન ખુરાનાએ ફિલ્મ 'ગુલાબો સિતાબો'નું ટીઝર શેર કર્યુ

author img

By

Published : May 19, 2020, 8:32 PM IST

આયુષ્માન ખુરાનાએ ફિલ્મ 'ગુલાબો સિતાબો'નો ટીઝર કર્યો શેર
આયુષ્માન ખુરાનાએ ફિલ્મ 'ગુલાબો સિતાબો'નો ટીઝર કર્યો શેર

આયુષ્માન ખુરાનાએ પોતાની નવી ફિલ્મ 'ગુલાબો સિતાબો'જે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તેનું ટીઝર શેર કર્યુ હતો. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેતાએ એવી પણ માહિતી આપી હતી કે ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.

મુંબઇ: આયુષ્માન ખુરાનાએ મંગળવારે તેની અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' નો ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.35 વર્ષીય અભિનેતાએ ઇંસ્ટાગ્રામ પર એક ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં દેશી ભાષાની સાથે વોઇસ ઓવર આપવામાં આવ્યો છે અને બે બકરા સ્ક્રીન પર ચાલતા નજરે પડે છે.

લોકડાઉનને કારણે આ દિવસોમાં સિનેમાહોલ બંધ પડ્યા છે, જેના કારણે ફિલ્મો સિનેમાઘરોની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ગુલાબો સિતાબો' પણ ડિજિટલી રિલીઝ થવાની છે. હાલ ફિલ્મનું એક રસપ્રદ ટીઝર રિલીઝ થયું છે. જેની સાથે 'ગુલાબો સિતાબો' ના ટ્રેલરની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ગુલાબો- સિતાબોનું ટીઝર રિલીઝ કર્યુ છે.

ગુલાબો સિતાબો 17 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉને આ ફિલ્મનો ખેલ બગાડી દીધો હતો. હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 12 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પણ જલદી રિલીઝ થશે. અમિતાભ બચ્ચનનો આ ફિલ્મથી લુક પહેલા સામે આવી ચુક્યો છે, જેમાં દર્શકોને આ ફિલ્મ માટે ઉત્સાહિત કરી રહ્યો છે. પ્રથમવાર ફિલ્મી પડદા પર અમિતાભની સાથે આયુષ્માનની જોડી જોવા મળશે.

'ગુલાબો સિતાબો' ફિલ્મના ડારેક્ટર શુજીત સરકાર છે, ફિલ્મને રોની લહરી અને શીલ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યાં છે. શુજીત સરકારની ઘણી ફિલ્મોમાં અમિતાભ પહેલા કામ કરી ચુક્યા છે. એક બાદ એક મોટીથી લઈને નાની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર લોકડાઉનને કારણે રિલીઝ થઈ રહી છે. તેવામાં જોવાનું રહેશે કે" ધૂમકેતુ"," ગુલાબો સિતાબો" અને "શકુંતલા દેવી" બાદ કઈ ફિલ્મ ડિજિટલી રિલીઝ થાય છે.

ત્યારે સોશિયલ મીડીયા પર આયુષ્ય સાથે અમિતાભે પણ ટીઝર શેર કરતાં લખ્યુ હતું કે કેટલીક જોડીઓ તો ઉપર બને છે પણ આ તો લખનઉના બજારમાં બની હતી.

ફિલ્મનાં ટીઝરમાં ગુલાબો અને સિતાબોનું ઇન્ટ્રોડક્શન કરાયું છે અને અને કહેવાયું છે કે ગુલાબો હઝરત ગંજની છે અને સિતાબો અમીનાબાગનાં ગડબડઝાલેમાં રહે છે, ચાંદની ચોકમાં ફરનારી સિતાબો હોંશિયાર છે. થિયેટર રિલીઝને બદલે OTT પ્લેટફોર્મનો રસ્તો લેનારી ગુલાબો સિતાબો વિશ્વનાં 200 દેશમાં એક સાથે રિલીઝ થશે. 14મી મેના દિવસે એમેઝોન પ્રાઇમે જાહેરાત કરી હતી કે ગુલાબો સિતાબો 12મી જૂને OTT પ્લેટફોર્મ પર રજુ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.