ETV Bharat / sitara

આયુષ્માને ઈરફાન ખાન માટે કવિતાની રચના કરી આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Mar 28, 2021, 12:25 PM IST

Updated : Mar 28, 2021, 6:13 PM IST

શનિવારે ફિલ્મફેર એવોર્ડ્સમાં ઇરફાનના પુત્ર બાબિલને મળવાની તક મેળવનાર આયુષ્માન ખુરાનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવુક કેપ્શન સાથે ઈરફાનનો ફોટો શેર કર્યો હતો. આયુષ્માને ઈરફાન ખાન માટે એક કવિતા પણ લખી છે.

ઈરફાન ખાન
ઈરફાન ખાન

  • આયુષ્માન ફિલ્મફેર એવોર્ડસ દરમિયાન ઈરફાનના પુત્રને મળ્યો
  • કવિતાની રચના કરી આપી ઈરફાનને શ્રદ્ધાંજલિ
  • બોલીવુડ અભિનેતાઓએ અંગ્રેઝી મીડિયમ સોશિયલ મિડીયા પર કરી હતી પ્રમોટ

મુંબઈ: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ રવિવારે સ્વર્ગસ્થ અભિનેતા ઇરફાનની યાદમાં એક નોટ લખી છે, ઈરફાનને તેના મૃત્યુબાદ તેની છેલ્લી રીલિઝ થયેલી ફિલ્મ અંગ્રેઝી મીડિયમમાં લીડ રોલ માટે અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:દીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કરી વીડિયો કર્યો શેર

આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર પાઠવ્યા અભિનંદન

આયુષ્માને લખ્યું છે કે, "This is somewhere in Bandra. But he is somewhere resting in peace. Celebrating his double win. Forever Irfan! તેણે તેના પુત્રને સંબોધતા કહ્યું હતું કે, હું આ સુંદર વ્યક્તિત્વ ધરાવતા છોકરાને પહેલી વાર મળ્યો, તેને ભવિષ્યમાં તમે સારુ કામ કરતા જોશો. "

આયુષ્માને ઈરફાન માટે લખી આ કવિતા

"We artistes are a unique species,

We have our vulnerabilities and imaginations and theories,

We rely on observations and experiences,

We live and die a thousand deaths on the celluloid or on stage,

But the power of those performances makes us immortal."

આ પણ વાંચો:ઇરફાનને વરસાદ વિશે અદભૂત સમજ હતી, બાબિલે શેર કરી પોસ્ટ

અંગ્રેજી મીડિયમ ઈરફાનની અંતિમ ફિલ્મ

અંગ્રેઝી મીડિયમ 13 માર્ચ, 2020 ના રોજ થિયેટરમાં રીલિઝ થઈ હતી અને તે ઇરફાનની અંતિમ ફિલ્મ હતી. જો કે, મૂવી લોકડાઉનને કારણે વધુ સમય થિયેટરોમાં રહી શકી નહિં, પરંતુ તે ડિઝની + હોટસ્ટાર પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. અભિનેતા તેની માંદગીને કારણે મૂવીને સક્રિય રીતે પ્રમોટ કરી શક્યા ન હોવાથી બોલિવુડની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર મૂવીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો.

Last Updated : Mar 28, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.