ETV Bharat / sitara

જાણો, ગાયિકા આશા ભોંસલેએ પ્લેબેક સિંગર લતા મંગેશકરના વિશે શું કહ્યું...

author img

By

Published : Jun 8, 2020, 3:49 PM IST

મહાન ગાયિકા આશા ભોંસલેએ મહાન પ્લેબેક સિંગર લતા મંગેશકરના સંબંધો વિશે વાત કરતાં કહ્યું કે, અમે સંગીતની ચર્ચા ભાગ્યે જ કરીએ છીએ. અમે એક કુટુંબ છીએ અને અમે રોજની ખૂબ સામાન્ય બાબતો વિશે વાત કરીએ છીએ.

મહાન ગાયિકા આશા ભોંસલે અને પ્લેબેક સિંગર લતા મંગેશકર
મહાન ગાયિકા આશા ભોંસલે અને પ્લેબેક સિંગર લતા મંગેશકર

મુંબઇ: લતા મંગેશકર અને આશા ભોંસલે વચ્ચે સંગીતની ચર્ચા નથી થતી. આ વિશે માહિતી આપતા આશાએ કહ્યું કે, સામાન્ય રીતે બંને બહેનો સંગીતની ભાગ્યે જ ચર્ચા કરે છે. બંને દિગ્ગજ ગાયકો પર પુસ્તકો લખવામાં આવી છે.

આશાએ કહ્યું કે, "લતા દીદી અને હું ભાગ્યે જ સંગીતની ચર્ચા કરીએ છીએ. અમે એક કુટુંબ છીએ અને રોજ ઘણી સામાન્ય બાબતો વિશે વાત કરીએ છીએ. આમારૂ જીવન ખાનગી અને વ્યક્તિગત છે. "નાની બહેન આશા, જે હાલમાં અલગ એપાર્ટમેન્ટમાં રહે છે, તેમણે કહ્યું, "તે (લતા દીદી) 90 વર્ષની છે અને તે તેમના જીવનમાં શાંતિ ઇચ્છે છે."

કોરોના વાઇરસ રોગચાળાની રોકથામને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલા લોકડાઉન દરમિયાન પણ આશાએ પોતાને વ્યસ્ત રાખી છે. આશાએ કહ્યું, "હું મારું ગાયન કરું છું. ઘરે કસરત કરું છું, નવી વાનગીઓ બનાવું છું, મૂવી જોઉં છું અને કુટુંબ સાથે સમય પસાર કરું છું. મેં મારી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. હું મારી જાતને ખૂબ વ્યસ્ત રાખું છું. "

તે મ્યૂઝિક કમ્પોઝ પણ કરી રહી છે. તેમણે કહ્યું, "મેં ઘણા મ્યૂઝિક બનાવ્યા છે, પણ મેં ગીતો નથી લખ્યા. હું આ પ્રસૂન જોશી અને જાવેદ અખ્તરને કહીશ જેથી રિકોર્ટ કર્યા બાદ હું તેને મારા યુટ્યુબ પર શેર કરીશ."

ચાહકો સાથે વાતચીત કરવા અને તેમના જીવનના ઘણા રસપ્રદ વાર્તાઓને પ્રકાશિત કરવા માટે આશાએ તેમની યુટ્યુબ ચેનલને લોકડાઉન વચ્ચે લોંચ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.