ETV Bharat / sitara

જો હું છોકરો હોત, તો મેં હેલન સાથે ભાગીને લગ્ન કરી લીધા હોત: આશા ભોંસલે

author img

By

Published : May 18, 2020, 7:35 PM IST

પ્લેબેક સિંગર આશા ભોંસલેએ તેની દાયકાઓ લાંબી કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો છે, પરંતુ તે હેલેનને સૌથી વધુ ચાહે છે. એક ઇન્ટરવ્યુમાં આશાજીએ કહ્યું હતું કે, 'જો તે છોકરો હોત તો તે હેલેન સાથે ભાગીને તેની સાથે લગ્ન કરી લેત'.

જો હું છોકરો હોત, તો મેં હેલન સાથે ભાગીને  લગ્ન કરી લીધા હોત: આશા ભોંસલે
જો હું છોકરો હોત, તો મેં હેલન સાથે ભાગીને લગ્ન કરી લીધા હોત: આશા ભોંસલે

મુંબઈ: પ્લેબેક સિંગર આશા ભોંસલેએ તેની દાયકાઓ લાંબી કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો છે, પરંતુ તે હેલેનને સૌથી વધુ ચાહે છે. એક ઇન્ટરવ્યુમાં આશાજીએ કહ્યું હતું કે, 'જો તે છોકરો હોત તો તે હેલેન સાથે ભાગીને તેની સાથે લગ્ન કરી લેત'.

બોલિવૂડની મહાન પ્લેબેક સિંગર આશા ભોંસલેના અવાજનો જાદુ દરેકને ગમે છે. લાંબા સમય સુધી તેમણે પોતાના અવાજથી લોકોનું મનોરંજન કર્યું છે.આશા જીએ તેમની લાંબી કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓને તેમનો અવાજ આપ્યો છે, પરંતુ તે બધામાં હેલેનને તેઓ સૌથી વધુ પસંદ છે.

તે હસીને કહે છે, "તે ખૂબ જ સુંદર હતી જ્યારે પણ તેઓ કેમરા સામે આવતા હું મારૂ ગાવાનું બંધ કરી દેતી અને તેમને જ જોતી હતી. હું તો તેમને અનુરોધ કરતી હતી જ્યારે પણ હું રેકોર્ડિંગ કરું ત્યારે તેમે અંદર ન આવતા.મેં હેલનને કહ્યું હતું કે, જો હું છોકરો હોત તો હું ભાગીને તેમની સાથે લગ્ન કરી લેત. "

જાણીતા ગાયિકા બુધવારે તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સાથે ડિજિટલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1946 માં કારકિર્દીની શરૂઆત કરી અને તેમણે લાંબા સમય સુધી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. હવે તેઓ 86 વર્ષની થઈ ગઈ છે અને તે તેમના ચેનલ દ્વારા તેમના બધા અનુભવો શેર કરી રહ્યા છે.

તમણે વધુમાં કહ્યું કે, કે "મેં ઓપી નૈય્યર, ખ્ય્યામ સાહબ, શંકર-જયકિશન જેવા ઘણા દિગ્ગજો દ્વારા લખેલા ગીતો ગાયા છે.આ ગીતોને લોકો આજે પણ યાદ કરે છે, જે સારી બાબત છે, પણ હું ઈચ્છું છું કે આજના ગીતો, સંગીતકારો અને સંગીત દિગ્દર્શકો પણ આગળ આવે અને સંગીત બનાવવાની તક મેળવે.હું તેમને પ્રોત્સાહિત કરવા માંગુ છું, મેં કેવી રીતે સંઘર્ષ કર્યો છે તે વિશે આ ચેનલમાં હું મારા અનુભવો શેર કરીશ. મને ખાતરી છે કે તેઓને મારા સંધર્ષ વિશે જાણની પ્રેરણા મળશે. મારી પાસે હજી પણ આરડી બર્મનનાં આવા કેટલાક ગીતો છે જે રજૂ થઈ શક્યાં નથી. હું તેમને ધીરે ધીરે રિલીઝ કરીશ. હું આ મારા ચાહકો સાથે તે ગીતો શેર કરવા માંગુ છું."

આશા ભોંસલેએ 13 મેના રોજ તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.