ETV Bharat / sitara

Pavitra Rishta : અભિનેત્રી અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે કર્યા લગ્ન

author img

By

Published : Dec 15, 2021, 10:57 AM IST

અભિનેત્રી અંકિતા લોખંડેએ (Ankita Lokhande) બિઝનેસમેન વિકી જૈન (Businessman Vicky Jain) સાથે લગ્ન કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર નવવિવાહિત કપલની તસવીરો સામે આવી હતી.

Pavitra Rishta : અભિનેત્રી અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે કર્યા લગ્નં
Pavitra Rishta : અભિનેત્રી અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે કર્યા લગ્નં

  • અભિનેત્રી અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે કર્યા લગ્નં
  • ઇન્સ્ટાગ્રામ પર નવવિવાહિત કપલની તસવીરો વાયરલ
  • લગ્ન સમારોહ શહેરની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાયો

મુંબઈઃ અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) મંગળવારે બિઝનેસમેન વિકી જૈન (Businessman Vicky Jain) સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લોખંડે અને જૈનના પરિવારના સભ્યો અને મનોરંજન જગતના તેમના કેટલાક મિત્રોએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.

લગ્ન સમારોહ શહેરની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાયો

લગ્ન સમારોહ શહેરની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાયો હતો, જેમાં અભિનેત્રી અમૃતા ખાનવિલકર અને સૃષ્ટિ રોડે સહિત લોખંડેના મિત્રોએ હાજરી આપી હતી.

રોડે અને ખાનવિલકરે ઇન્સ્ટાગ્રામ તસવીરો પોસ્ટ કરી

રોડે અને ખાનવિલકરે તેમના ઇન્સ્ટાગ્રામ પર નવા લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. લગ્ન સમારોહમાં 'પવિત્ર રિશ્તા'ની (Pavitra Rishta) 36 વર્ષીય અભિનેત્રીએ ગોલ્ડન લહેંગા પહેર્યો હતો અને જૈને ગોલ્ડન-વ્હાઈટ શેરવાની પહેરી હતી.

આ પણ વાંચો: Miss Universe 2021: હરનાઝ સંધુની થતી હતી મસ્તી, દેશની દીકરી પર બધાને ગર્વ

આ પણ વાંચો: K3G: આલિયા ભટ્ટે કરીના કપૂરનો સીન રિક્રિએટ કર્યો, યુઝરે કહ્યું- 'બેબોથી સારું કોઈ નથી'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.