ETV Bharat / sitara

‘તાંડવ’ વિવાદઃ દેશના અનેક ભાગોમાં આક્રોષ,

author img

By

Published : Jan 18, 2021, 8:12 AM IST

Updated : Jan 18, 2021, 7:09 PM IST

વેબ સિરિઝ તાંડવને લઇને વિવાદ વધ્યા બાદ પ્રસારણ મંત્રાલયે એમેઝૉન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે અને તેમના કન્ટેન્ટને લઇને જવાબ માંગ્યો છે.

Amazon Prime Video officials
Amazon Prime Video officials

  • સેફઅલી ખાનની વેબ સિરિઝનો તાંડવનો વિવાદ વધ્યો
  • એમેઝૉન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને સરકારે પાઠવ્યું સમન્સ
  • ભાજપના નેતાએ કરી હતી પોલીસ ફરિયાદ

નવી દિલ્હીઃ વેબ સિરિઝ તાંડવને લઇને વિવાદ વધી રહ્યો છે. વિવાદ વધ્યા બાદ પ્રસારણ મંત્રાલયે એમેઝૉન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને સમન પાઠવ્યું છે.

સાંસદે પ્રસારણ મંત્રાલયના પ્રધાનને પત્ર લખી કાર્યવાહી કરવાની માગ કરી

આ ઉપરાંત ભાજપના કેટલાક નેતાઓ પર આ સિરિઝમાં ટિપ્પણી દર્શાવાઇ છે. ભાજપ નેતા રામ કદમે આ સિરિઝની વિરુદ્ધ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ સિવાય ભાજપના સાંસદ મનોજ કોટક અને ગાજિયાબાદના ભાજપના સાંસદ નંદકિશોર ગુર્જરે સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

હિન્દુ ભાવનોઓને ઠેસ પહોંચે તેવું છે વેબ સિરિઝનું કન્ટેન્ટ

ભાજપના નેતાઓનું કહેવું છે કે, આ સિરિઝમાં હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચે એવું કન્ટેન્ટ હોવાથી અમે લોકો આ સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે, એક અભિનેતાએ ભગવાન શિવનું ત્રિશૂલ અને ડમરૂંનો ખોટો ઉપયોગ કર્યો છે. જેના કારણે હિન્દુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

વેબ સિરિઝ 15 જાન્યુઆરીએ થઇ હતી રિલિઝ

ઉલ્લેખનીય છે કે, નિર્દેશક અલી અબ્બાલ ઝફરની નવી વેબ સિરિઝ ‘તાંડવ’ 15 જાન્યુઆરીએ રિલિઝ થઇ છે. જેનું ટ્રેલર 4 જાન્યુઆરીએ રિલિઝ થયું હતું. વેબ સિરિઝ રિલિઝ થયા બાદ તે વિવાદોમાં ઘેરાઇ છે.

Last Updated :Jan 18, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.