ETV Bharat / sitara

કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ

author img

By

Published : Feb 24, 2022, 11:06 AM IST

નાની છોકરીએ ગંગૂબાઈ તરીકે વીડિયો રિક્રિએટ (Gangubai Recreat Video) કર્યો છે, જેના પર કંગનાએ થોટા દિવસો પહેલા ટિપ્પણી (Kangna Comment On Gangubai Recreat Video) કરી હતી. આ સંદર્ભે હવે આલિયાએ જવાબ આપી કંગનાની બોલતી બંધ કરી દીદી છે. જાણો આલિયાએ કંગનાને તેની જ ભાષામાં શું આપ્યો જવાબ?

કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ
કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ને રિલીઝ (Gangubai Kathiyavadi Release Date) થવાને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરે દેશ અને દુનિયામાં તહેલકો મચાવી દીધો છે. આ દરમિયાન આલિયાના ગંગૂબાઈના લુક અને ડાયલોગના ઘણા રિક્રિએટેડ વીડિયો (Gangubai Recreat Video) સોશિયલ મીડિયામાં (Social Media) વહેતા થયા હતાં. જેમાંથી એક સામે વાંધો ઉઠાવતા કંગના રનૌતને આલિયા ભટ્ટ પર વાર કરવાનો મોકો મળી ગયો હતો. હવે કંગનાની કોમેન્ટ (Kangna Comment On Gangubai Recreat Video) પર આલિયાએ કંગનાની જ ભાષામાં કરારો જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Sridevi Death Anniversary: શું થયું હતું શ્રીદેવીના મોતની રાત્રે, જાણો..

જાણો કંગનાએ કરેલા કટાક્ષ વિશે

ખરેખર તો સોશિયલ મીડિયા પર, જ્યારે હની ગર્લ નામની છોકરીએ આલિયા ભટ્ટના ગંગૂબાઈના લુક અને ડાયલોગની કોપી કરી અને સોશિયલ મીડિયા પર તે વીડિયો શેર કર્યો, ત્યારે આલિયાએ પણ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતોં. આ વીડિયો પર કંગનાની નજર ગઈ તો કંગનાએ પોતાની જ સ્ટાઈલમાં આલિયા ભટ્ટ પર જોરદાર નિશાન સાધતા કહ્યું, 'શું આ છોકરી મોંમાં બીડી લઈને સેક્સ વર્કરનો રોલ ભજવે અને તેણે મોંથી આવા અભદ્ર સંવાદો બોલવા જોઈએ? આ છોકરીની બોડી લેંગ્વેજતો જુઓ, શું આ ઉંમરે તેનું શોષણ કરવુ યોગ્ય છે? ઘણા એવા બાળકો છે, જેનો આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંગનાએ બાળકોના માતા-પિતા સામે કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી હતી.

આલિયાએ આપ્યો કંગનાને કરારો જવાબ

કંગનાના આ કટાક્ષ પર આલિયા ભટ્ટે પોતાનો ગુસ્સો ઠાલવતા કંગનાને તેની જ ભાષામાં જવાબ આપતા કહ્યું, 'મને આ વીડિયો ખૂબ જ ક્યૂટ લાગ્યો, મને ખાતરી છે કે, આ વીડિયો વડીલોની દેખરેખ હેઠળ બન્યો હશે. જો આ આ બાળકીના પરિવારને કોઇ વાંઘો ન હોય તો બીજા કોઇને પણ આ વીડિયો સામે વાંઘો હોવો જોઇએ નહી. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ અને વિજય રાજ ​​પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્વિટર પીયરીયુ તો કોર્ટ બન્યુ સાસરીયુ:કંગનાને ફરી કોર્ટનું ફરમાન, ટાઈમ મેગેઝીનની દાદીએ કરી ફરીયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.