ETV Bharat / sitara

મને રેપ અને હત્યાની ધમકી આપવામાં આવીઃ અભિનેત્રી રિયા ચક્રવતી

author img

By

Published : Jul 16, 2020, 6:27 PM IST

સુશાંતના નિધનને દોષિત ઠરાવતી રિયા ચક્રવતીને નિશાન બનાવવામાં આવી છે. આ કડીમાં રિયાએ સોશિયલ મીડિયામાં રેપ અને હત્યાની ધમકીઓ મળી રહી છે. અભિનેત્રીએ સાયબર ક્રાઇમ સેલને આ મામલે તપાસ કરવાનો અનુરોધ કર્યો છે.

રેપ અને હત્યાની ધમકી આપવામાં આવીઃ અભિનેત્રી રિયા ચક્રવતી
રેપ અને હત્યાની ધમકી આપવામાં આવીઃ અભિનેત્રી રિયા ચક્રવતી

મુંબઇઃ બોલિવુડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન પર અભિનેત્રી રિયા ચક્રવતી સોશિયલ મીડિયા પર લોકોના નિશાને છે. હાલમાં સુશાંતના નિધનને એક મહીનો પૂર્ણ થતા ઇમોશનલ નોટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી

હાલમાં રિયાને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની અને રેપની ધમકીઓ મળી રહી છે. જેમના પછી તેમને સાઇબર ક્રાઇમ અને લેસની મદદ માગી હતી.

રિયા ચક્રવતીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ર એક પોસ્ટ શેર કરી હતી. તેમા તેમણે એક કોમેન્ટ બતાવી છે. જેમાં તેમણે રેપ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

પોસ્ટ શેર કરતી વખતે રિયાએ કેપ્શનમાં લખ્યુ કે, મારા પર તમામ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. છતા પણ હું ચુપ રહીં છુ મને કાતીલ કહેવામાં આવી, હુ શરમને લીધે ચુપ રહી..

તેમણે ધમકી દેતા શખ્સ @mannu_raaut પર નિશાન સાંધતા કહ્યુ કે, હું આત્મહત્યા નહી કરૂ તો મારો રેપ અથવા મર્ડર કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે, મે સાઇબર ક્રાઇમ સેલમાં મદદ માગી હતી. આ મામલે જરૂરી કાર્યવાહી કરવાનો તેમને આનુરોધ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.