ETV Bharat / science-and-technology

આખરે આઈફોનની આ ખામી આંખે ઊડીને વળગી: શા માટે iPhone 13ની સ્ક્રીનથી યૂઝર્સ પરેશાન?

author img

By

Published : Jan 24, 2022, 4:08 PM IST

Apple Insiderના અહેવાલ મુજબ, તાજેતરમાં, iPhone 13ના ઘણા યૂઝર્સ તેમના સ્માર્ટફોનની સ્ક્રીનમાં એક વિચિત્ર સમસ્યાનો (iPhone pink screen problem) સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી અથવા જાંબલી થઈ જાય છે.

આખરે આઈફોનની આ ખામી આંખે ઊડીને વળગી: શા માટે iPhone 13ની સ્ક્રીનથી યૂઝર્સ પરેશાન?
આખરે આઈફોનની આ ખામી આંખે ઊડીને વળગી: શા માટે iPhone 13ની સ્ક્રીનથી યૂઝર્સ પરેશાન?

ન્યુઝ ડેસ્ક: વર્ષ 2021માં એપલે તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન, iPhonesની નવી સિરીઝ, iPhone 13 લૉન્ચ કર્યો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. તાજેતરમાં, iPhone 13ના કેટલાક વપરાશકર્તાઓ તેમના ફોનમાં એક વિચિત્ર સમસ્યા (iPhone pink screen problem)નો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના ફોનની સ્ક્રીન અચાનક ગુલાબી અથવા જાંબલી રંગની થઈ ગઈ છે. આનાથી નારાજ યુઝર્સે એપલને ફરિયાદ (User complain to iPhone) પણ કરી છે.

સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી

Apple Insider ના અહેવાલ મુજબ, તાજેતરમાં, iPhone 13 ના ઘણા વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનની સ્ક્રીનમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી અથવા જાંબલી થઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેનો iPhone લોક થયા બાદ ગુલાબી સ્ક્રીન બતાવે છે.

એવું શું છે જે યુઝર્સને પરેશાન કરી રહ્યું

રિપોર્ટ અનુસાર, આમાં એવું શું છે જે યુઝર્સને પરેશાન કરી રહ્યું છે, પરંતુ તેને સરખુ કરી શકાય છે. કેટલાક વપરાશકર્તાઓના મતે, આઇફોનના સેટિંગ્સને રીસેટ કરવાથી સમસ્યા હલ થાય છે, જ્યારે અન્ય લોકો કહે છે કે, તેઓએ Appleનો સંપર્ક કર્યો અને તેમનો હેન્ડસેટ બદલ્યો. Moidriversના રિપોર્ટ અનુસાર ચીનના યુઝર્સ ફોનની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એવું લાગે છે કે, Apple પહેલાથી જ આ સમસ્યાથી વાકેફ છે.

જો સમસ્યા હજી પણ ચાલુ રહે તો?

ગ્રાહક સેવાના પ્રતિનિધિ (iPhone customer care executive)એ એક ગ્રાહકને કહ્યું કે, ટીમને સંબંધિત સૂચના મળી નથી કે તે હાર્ડવેર સમસ્યા છે, પરંતુ તેઓએ કહ્યું કે, તેના બદલે તે સિસ્ટમની સમસ્યા છે. વપરાશકર્તાઓને તેમના ડેટાનો બેકઅપ લેવા અને પછી ફેક્ટરી રીસેટ કરવા અથવા iOSને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. જો સમસ્યા હજી પણ ચાલુ રહે છે, તો હાર્ડવેર રિપેરની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો:

NFT for ios users: ટ્વિટર બ્લુએ સબ્સ્ક્રાઇબ કરેલ iOS વપરાશકર્તાઓ માટે NFT પ્રોફાઇલ રજૂ કરી

Google Pixel Watch: મેમાં આવી શકે છે ઘણી સારી ખૂબિ ધરાવનાર Googleની સ્માર્ટવોચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.