ETV Bharat / science-and-technology

Japanese space tourist: 12 દિવસની યાત્રા બાદ સકુશળ ધરતી પર પરત ફર્યો જાપાની અબજોપતિ

author img

By

Published : Dec 21, 2021, 6:04 PM IST

એક જાપાની અબજોપતિ (fashion tycoon yusaku maezawa), તેના નિર્માતા અને એક રશિયન અવકાશયા (Russian astronaut to space)ત્રી 12 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સોમવારના પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા. તેઓ એક દાયકાથી વધારે સમય પછી પૈસા ચૂકવીને અંતરિક્ષમાં જનારા પહેલા પર્યટક છે.

Japanese space tourist: 12 દિવસની યાત્રા બાદ સકુશળ ધરતી પર પરત ફર્યો જાપાની અબજોપતિ
Japanese space tourist: 12 દિવસની યાત્રા બાદ સકુશળ ધરતી પર પરત ફર્યો જાપાની અબજોપતિ

મોસ્કો: ફેશન ઉદ્યોગપતિ યુસાકુ મિજાવા (fashion tycoon yusaku maezawa), તેમના પ્રોડ્યુસર યોજો હિરાનો અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેન્ડર મિસુર્કિન રશિયન સોયુજ સ્પેસક્રાફ્ટ (russian soyuz spacecraft)થી રવાના થયા હતા. તેઓ ઝેજ્કાજગન શહેરથી લગભગ 148 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં સવારે 9 વાગીને 12 મિનિટ પર કઝાકિસ્તાનમાં ઉતર્યા. મિજાવા (46) અને તેમના 36 વર્ષના પ્રોડ્યુસર 2009 બાદથી ખુદ પૈસા ચૂકવીને અંતરિક્ષ સ્ટેશનમાં જનારા પહેલા પર્યટક (first self paying tourist to space) છે.

આ મિશન માટે 80 મિલિયન USDથી વધુની ચૂકવણી કરી

ગયા અઠવાડિયે ધ એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા સ્પેસ સ્ટેશનથી લાઇવ ઇન્ટરવ્યુ (live interview from the space station)માં મેઝાવાએ કહ્યું હતું કે, "એકવાર તમે અવકાશમાં હોવ, ત્યારે તમને ખ્યાલ આવે કે આ અદ્ભુત અનુભવ કરવો કેટલો મૂલ્યવાન છે." 12 દિવસના મિશન માટે તેમણે USD 80 મિલિયનથી વધુની ચૂકવણી કરી હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા મિજાવાએ કહ્યું કે, તેઓ કરારની રકમ જાહેર કરી શકે તેમ નથી, પરંતુ તેમણે (Japanese space tourist) સ્વીકાર્યું કે તેમણે ઘમી મોટી રકમ ચૂકવી છે.

મિજાવાની કુલ સંપત્તિ 1.9 બિલિયન USD હોવાનો અંદાજ

ઑક્ટોબરમાં રશિયન અભિનેતા યુલિયા પેરેસિલ્ડ (russian actor yulia peresild) અને ફિલ્મ નિર્દેશક ક્લિમ શિપેન્કોએ ભ્રમણકક્ષામાં વિશ્વની પ્રથમ મૂવી (world first movie in orbit) બનાવવા માટે સ્ટેશન પર 12 દિવસ ગાળ્યા હતા, જે રાષ્ટ્રના અવકાશ ગૌરવને ઝળકાવવામાં મદદ કરવા માટે રશિયાના અવકાશ નિગમ રોસકોસમોસ (russian state space corporation roscosmos) દ્વારા પ્રાયોજિત પ્રોજેક્ટ છે. મિજાવાએ જાપાનના સૌથી મોટા ઓનલાઈન ફેશન મોલ (japan largest online fashion mall), ઝોઝોટાઉનને શરૂ કરીને રિટેલ ફેશનમાં પોતાનું નસીબ ચમકાવ્યું. ફોર્બ્સ મેગેઝિને તેમની કુલ સંપત્તિ 1.9 બિલિયન USD હોવાનો અંદાજ મૂક્યો હતો.

આ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર રોકાયા

નાસાના અવકાશયાત્રીઓ રાજા ચારી, થોમસ માર્શબર્ન, કાયલા બેરોન અને માર્ક વંદે હી, રશિયન અવકાશયાત્રીઓ એન્ટોન શકાપ્લેરોવ અને પ્યોત્ર ડુબ્રોવ અને યુરોપિયન સ્પેસ એજન્સીના મેથિયાસ મૌરર સ્પેસ સ્ટેશન પર રોકાયા છે.

આ પણ વાંચો: શ્રીલંકન નેવીએ વધુ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી

આ પણ વાંચો: RIC Forum Russia India and China: રશિયન જાસૂસી એજન્સીના વડાના દાવાથી US ચોંકશે, બોલ્યા- ચીન-ભારત સાથે થાય છે ત્રિપક્ષીય મંત્રણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.