ETV Bharat / science-and-technology

Aditya-L1: ગણેશ ચતુર્થીના દિવસે ઈસરોએ આપી ખુશખબરી, આદિત્ય-L1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 3:42 PM IST

Etv BharatAditya-L1
Etv BharatAditya-L1

આદિત્ય-એલ1નું સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) સાધન સક્રિય થઈ ગયું છે અને તેણે તેની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

હૈદરાબાદઃ સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં મોકલવામાં આવેલા ઈસરોના પ્રથમ અવકાશ મિશન આદિત્ય એલ-1એ મોટા સમાચાર આપ્યા છે. ઈસરોએ આદિત્ય-L1 મિશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યું છે કે, આદિત્ય-L1એ વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.

  • Aditya-L1 Mission:
    Aditya-L1 has commenced collecting scientific data.

    The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.

    This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri

    — ISRO (@isro) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ISROએ શું કહ્યું ? : ISROએ X પરની તેની એક પોસ્ટમાં જણાવ્યું કે, આદિત્ય-L1માં સ્થાપિત STEPS ઈન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50 હજાર કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઈલેક્ટ્રોનને માપવાનું શરૂ કરી દીધું છે. ISRO અનુસાર આદિત્ય-L1 જે ડેટા એકત્ર કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે. આ આંકડો એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઊર્જાસભર કણોના વાતાવરણમાં ભિન્નતા દર્શાવે છે.

ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે થશેઃ આગામી ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા 19 સપ્ટેમ્બરના રોજ સવારે 2 વાગ્યે થશે. આદિત્ય-L1 એ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર, સૂર્ય-પૃથ્વીના પ્રથમ લેગ્રેંજિયન બિંદુ (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા છે. પૃથ્વીની ભ્રમણકક્ષા પરિવર્તનની પ્રથમ, બીજી અને ત્રીજી પ્રક્રિયા અનુક્રમે 3, 5 અને 10 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

આદિત્ય L-1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?: આદિત્ય L-1ને 2 ઓગસ્ટના રોજ સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યોને સમજવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ

  1. Aditya L1: આદિત્ય એલ-1 એ સફળતાપૂર્વક ચોથી વખત કક્ષા બદલી- ઈસરો
  2. Aditya L1 Launch: સુરજની સફરે આદિત્ય L-1, 4 મહિનામાં 15 લાખ કિલોમીટર કાપશે
  3. 'Aditya L1' ISRO Update : 'આદિત્ય L1' એ પૃથ્વીની ભ્રમણકક્ષાની પ્રથમ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.