ETV Bharat / opinion

મહિન્દા રાજપક્ષાના ભવ્ય વિજય માટે મોદીના અભિનંદન, ભારત-શ્રીલંકા સંબંધો સુદૃઢ કરવાનો ઉદ્દેશ્ય

author img

By

Published : Aug 8, 2020, 2:40 PM IST

કોરોના રોગચાળા વચ્ચે 5 ઑગસ્ટે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 145 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા પછી મહિન્દા રાજપક્ષાનું ધ્યાન 19માં સુધારા પર હશે. અગાઉ મોકૂફ રાખવામાં આવેલી ચૂંટણીમાં 71 ટકા મતદારોએ મત આપ્યા હતા, જે વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીના 77 ટકા મતદાન કરતાં ઓછા હતા.

મહિન્દા
મહિન્દા

હૈદરાબાદ: આ વર્ષે ફેબ્રુઆરીમાં મહિન્દા રાજપક્ષાએ શ્રીલંકાના વડાપ્રધાન તરીકે શપથ લીધા તે પછી ભારતની પ્રથમ સત્તાવાર યાત્રાએ આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે 19મા સુધારાના પેટા નિયમ પર મડાગાંઠથી તેમના અને તેમના નાના ભાઈ પ્રમુખ ગોયાબાયા રાજપક્ષા વચ્ચે કોઈ સમસ્યા સર્જાઈ શકે છે કે કેમ. એક ભારતીય અંગ્રેજી દૈનિકને આ પ્રશ્નનો જવાબ આપતા, પૂર્વ પ્રમુખ અને મજબૂત નેતા મહિન્દાએ, જેમણે 2009માં લોખંડી હાથે એલટીટીઇને કચડી નાખ્યું હતું, કહ્યું, "ના, ના, ના. અત્યારનું બંધારણ જે રીતે બનાવાયું છે અને 19મા સુધારા અંગે ગૂંચવણ છે, ત્યારે માત્ર અમે બે ભાઈઓ ગોતા અને હું જ તેને સંભાળી શકીએ તેમ છીએ. (હસ્યા હતા). અન્યથા કોઈ પ્રમુખ અને વડાપ્રધાન આ મુદ્દા પર સંમત ન થાય."

  • Thank you PM @narendramodi for your congratulatory phone call. With the strong support of the people of #SriLanka, I look forward to working with you closely to further enhance the long-standing cooperation between our two countries. Sri Lanka & India are friends & relations. pic.twitter.com/9YPLAQuVlE

    — Mahinda Rajapaksa (@PresRajapaksa) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોના રોગચાળા વચ્ચે પાંચ ઑગસ્ટે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 145 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા પછી મહિન્દા રાજપક્ષાનું ધ્યાન 19મા સુધારા પર હશે. અગાઉ મોકૂફ રાખવામાં આવેલી ચૂંટણીમાં 71 ટકા મતદારોએ મત આપ્યા હતા જે વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીના 77 ટકા મતદાન કરતાં ઓછા હતા. પદારૂઢ મહિન્દા રાજપક્ષાએ શાસક શ્રી લંકા પોદુજાના પાર્ટી (એસએલપીપી)માંથી કુરુનેગલા જિલ્લાની વાયવ્ય જિલ્લા રાજધાનીમાંથી વડા પ્રધાનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. પૂર્વ પ્રમુખ મૈત્રિપાલ સિરિસેના પોલોન્નારુવાના ઉત્તર મધ્ય પ્રદેશમાંથી ચૂંટણી લડ્યા હતા જ્યારે પૂર્વ વડા પ્રધાન રાનીલ વિક્રમસિંહે અને સજિત પ્રેમદાસા કોલંબો જિલ્લામાંથી ચૂંટણી લડ્યા હતા. હવે સજિત તેમના સામાગી જન બલવેગયા (એસજીબી)ની ૫૪ બેઠક સાથે મુખ્ય વિપક્ષી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

  • Thank you, Prime Minister @PresRajapaksa! It was a pleasure to speak to you. Once again, many congratulations. We will work together to further advance all areas of bilateral cooperation and to take our special ties to ever newer heights. https://t.co/123ahoxlMo

    — Narendra Modi (@narendramodi) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">


બંધારણ સુધારવા માટે ૨૨૫ સભ્યની સંસદમાં બે તૃત્તીયાંશ બહુમતી જોઈએ. આ ચૂંટણી પરિણામથી પ્રમુખને ભારે બળ મળ્યું છે. મહિન્દા દસ વર્ષના શાસન પછી ચૂંટણી હારી ગયા અને સિરિસેના પ્રમુખ બન્યા ત્યારે વર્ષ ૨૦૧૫માં દેશનો 19મો બંધારણીય સુધારો લાગુ કરવામાં આવ્યો હતો. તેને પાછો ખેંચવા કે તેમાં સુધારો કરવાનું મહિન્દાએ ચૂંટણીમાં વચન આપ્યું હતું. તેને પૂરું કરવા માટે ગોતાબાયા રાજાપક્ષાને કુલ ૧૫૦ બેઠકો જોઈએ. ઉક્ત સુધારાથી પ્રમુખની સત્તા પર કાપ આવી ગયો હતો અને આ સત્તાને સરખા ભાગે વડાપ્રધાન અને સંસદ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી જેથી છેવટે સંસદીય પ્રકારના શાસન તરફ દેશ જઈ શકે. મહિન્દાએ જાહેરમાં આ મુદ્દે જે વલણ લીધું છે તેમ છતાં સંશય રહે જ છે કે તેઓ તેમણે ચૂંટણી પ્રચારમાં આપેલું વચન પાળશે કે કેમ કારણકે તેના કારણે તેમની પોતાની પાંખ કપાઈ જશે અને સત્તા અસરકારક રીતે ફરીથી પ્રમુખ પાસે ચાલી જશે.


ઇસ્ટર સન્ડેના દિવસે ત્રાસવાદી હુમલાઓમાં 290 લોકો માર્યા ગયા હતા. તેના કારણે સિરિસેના અને વિક્રમસિંહે વચ્ચે આંતરિક ઝઘડા થઈ ગયા હતા. તેના કારણે 2019ની નવેમ્બર પ્રમુખની ચૂંટણીમાં ગોતાબાયા રાજાપક્ષા માટે જબરદસ્ત વિજયનો માર્ગ મોકળો થયો હતો. આ ચૂંટણીમાં યુએનપી (યુનાઇટેડ નેશનલ પાર્ટી)ને ટાપુના મતની ટકાવારીમાંથી માત્ર ત્રણ ટકા મળતાં, તેને ભારે નીચું જોવા જેવું થયું છે. આનાથી ચિંતા થવી સ્વાભાવિક છે કે મજબૂત વિપક્ષની ગેરહાજરીમાં રાજપક્ષાનું ભૂતકાળમાં જે સરમુખત્યારશાહી પ્રકારનું વલણ હતું તે ફરીથી શરૂ થઈ જશે કે કેમ.

  • ‘Hambantota Tomorrow’ was based on people-centric planning toward sustainable development. Bringing it back to life means more than economic stability or infrastructure- it’s about fresh new hope & a bright outlook on the future for the region & #lka https://t.co/bMJqt4VFug

    — Namal Rajapaksa (@RajapaksaNamal) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">


ભારતે ભૂતકાળમાં રાજપક્ષા બંધુઓને મનાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાદમાં મહિન્દાએ ચીન સાથે ઇલુ-ઇલુ શરૂ કરતાં તેનાથી અળગું થઈ ગયું હતું. તમિલ લઘુમતીને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવાની મહિન્દાએ તૈયારી બતાવી નહોતી. ગોતાબાયા ગત નવેમ્બરમાં પ્રમુખ તરીકે ચૂંટાયા પછી સંબંધો ફરીથી સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. હવે સંસદીય ચૂંટણીમાં મહિન્દાને ભવ્ય વિજય મળ્યો છે ત્યારે ભારતે ચીનનો પ્રભાવ દૂર રાખવા આકરો પરિશ્રમ કરવો પડશે કારણકે ભારત અત્યારે વાસ્તવિક અંકુશ રેખાએ તો લાંબી ચાલનારી મડાગાંઠ અને નેપાળમાં ભારત વિરોધી સૂરોનો સામનો કરી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ પહેલાં જ મહિન્દાને કૉલ કરીને સંબંધોમાં ઉષ્ણતા માટે મંચ તૈયાર કરી દીધો છે. સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં મહિન્દાને ફૉન કરનારા મોદી વિશ્વના પહેલા નેતાઓ પૈકીના એક હતા.

"વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમારા અભિનંદન માટેના ફૉન બદલ તમારો આભાર," તેમ રાજપક્ષાએ ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું, "શ્રી લંકાના લોકોના મજબૂત ટેકા સાથે હું તમારી સાથે આપણા દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા સહકારને આગળ વધારવા નિકટતાથી કામ કરવાની આશા રાખું છું. શ્રીલંકા અને ભારત મિત્રો અને સંબંધીઓ છે." તેમ મહિન્દાએ વડા પ્રધાન મોદીના અભિનંદન માટેના ફૉન વિશે ટ્વીટ કર્યું હતું.

ઉત્તર અને પૂર્વમાં વિભાજિત તમિલ નેશનલ એલાયન્સએ ચૂંટણીમાં નબળો દેખાવ કર્યો છે જે રાજકીય એકતાની આશા માટે બહુ સારી વાત નથી અને 13માં સુધારા હેઠળ પ્રાંતોને સત્તા વહેંચવા માટે પણ સારી વાત નથી. ટીએનએએ નોંધપાત્ર મત હિસ્સો ગુમાવી દીધો છે. જોકે તે હજુ પણ ઉત્તર-પૂર્વમાં મોટા પક્ષ તરીકે રહે જ છે. 2019માં સત્તાના ગલિયારામાં રાજપક્ષા બંધુઓ પાછા ફર્યા તેના લીધે 13માં સુધારાનો પૂર્ણ રીતે અમલ થશે તેવી આશા બાબતે તમિલ મતદારો પહેલેથી જ સંશયમાં હતા જ. પ્રમુખ ગોતાબાયાએ પહેલાં જ કહ્યું છે કે કલમ 13-એના ચોક્કસ ભાગોનો અમલ થઈ શકે તેમ નથી. આથી હિતધારકોએ વિકલ્પો શોધવા.

ચૂંટણી પ્રચાર વખતે મહિન્દાએ સપષ્ટ કર્યું હતું કે તેઓ સિંહાલી રૂઢિચુસ્ત લોકોના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી પરિણામોનો અર્થ એ છે કે ભારતને સત્તાની વહેંચણીના વિષય પર અને તમિલનાડુના ઘરેલુ રાજકારણમાં પડઘા પાડતા શ્રીલંકી તમિલોની વંશીય કટોકટીના ભવિષ્યના ઉકેલ સંબંધે તેનાથી ઓછો ફાયદો થશે.


ભારત માટે, મહત્ત્વની આંતરમાળખાકીય પરિયોજનાઓ, વિશેષ તો વ્યૂહાત્મક કૉલંબો બંદર પર પ્રતિષ્ઠિત ઇસ્ટર્ન કન્ટેઇનર ટર્મિનલ (ઇસીટી)નું ભવિષ્ય અચોક્કસ બની ગયું છે. ઘણી વિચારણા પછી શ્રીલંકાએ મે 2019માં જાપાન અને ભારત સાથે 70 કરોડ ડૉલરના અંદાજિત ખર્ચ પર ટર્મિનલનો વિકાસ કરવા સહકારના આવેદન પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી વિક્રમસિંહે અને સિરિસેના વચ્ચે ટકરાવનો મુદ્દો બની ગયો હતો. પૂર્વ પ્રમુખ રાષ્ટ્રવાદનું પત્તું રમી રહ્યા હતા અને તેઓ 'રાષ્ટ્રીય અસ્ક્યામતો'ને સંભાળવામાં 'વિદેશી સહભાગિતા' ઈચ્છતા નહોતા. બંને જૂથો સામસામે ઝઘડ્યા જેના કારણે મોરચા સરકાર વિરુદ્ધ દિશામાં ખેંચાવા લાગી. જુલાઈની શરૂઆતમાં તમિલ તંત્રીઓને સંબોધતાં, મહિન્દા રાજપક્ષાએ રેખાંકિત કર્યું હતું કે એક વર્ષ પછી પણ પરિયોજનાનું ભવિષ્ય અસ્પષ્ટ રહે છે.

"તે પૂર્વ પ્રમુખ મૈત્રિપાલા સિરિસેના અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સમજૂતી થઈ હતી. પરંતુ અમે હજુ તેના પર કોઈ નિર્ણય લીધો નથી." તેમ તેમણે કહ્યું હોવાનું જણાવાયું હતું. યોગાનુયોગ, હમ્બન્તોલા પૉર્ટ 99 વર્ષની લીઝ સાથે ચીનને અપાયું છે તે જોકે શ્રી લંકાના રાષ્ટ્રવાદી ઉત્સાહના પરીઘની બહાર છે. ચીનનું કૉલંબો શહેર પ્રૉજેક્ટમાં પણ સહભાગિતા ચાલુ છે. મહિન્દાના પુત્ર નમલ જેણે હમ્બન્તોલામાંથી ચૂંટણી લડી અને તેમના પિતાના મતદારો દ્વારા જીત મેળવી તેમની યોજના તેમના મત વિસ્તારમાં સંકલિત વ્યૂહાત્મક ટાઉનશિપથી લઈ ટકાઉ પર્યાવરણ રિસૉર્ટ અને મોટાં આંતરમાળખાને વિકસાવવાની છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે શ્રી લંકાના ચીન દ્વારા નિર્મિત અને સંચાલિત દક્ષિણ બંદર હમ્બોતોલાના મહત્ત્વની ચર્ચા કરતા કહ્યું હતું, "રાજમાર્ગો, વ્યૂહાત્મક બંદર, આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને તમામ માલસામાનની હેરફર તૈયાર હોવા સાથે હમ્બન્તોલા હવે પછી વાણિજ્યિક શહેર બની જશે. અમે તે કરી બતાવીશું."

મોદી સરકાર ઉત્તર અને પૂર્વમાં ચીનની આક્રમક ઘૂસણખોરીનો સામનો કરી રહી છે. પશ્ચિમમાં ત્રાસવાદીઓની ઘૂસણખોરી અને લોહિયાળ અથડામણોનો સામનો કરી રહી છે. તો નેપાળ તરફથી નકશામાં ફેરફાર અને દુશ્મનીના સ્વરોનો સામનો કરી રહી છે. આથી તેના માટે 'પડોશી પ્રથમ'ની નીતિ હવે માત્ર સૂત્ર બનીને રહી જશે. અમેરિકા, જાપાન ઑસ્ટ્રેલિયા વધુ બાવડા ફૂલાવતાં હશે અને વિસ્તરણવાદી ચીનને અટકાવવા ભારત-પ્રશાંત મહાસાગરમાં ભારત સાથે તેમના સંરક્ષણ સંબંધોમાં મજબૂતી ઉમેરતા હશે, પરંતુ નાના ટાપુ રાષ્ટ્રો અને સમુદ્રતટીય દેશો ભારતની દરિયાઈ સુરક્ષા અને સમુદ્ર કેન્દ્રિત (બ્લુ) અર્થતંત્ર (ઇકોનોમી) માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. શ્રી લંકાના પર્યટનને કોરોના પછીની દુનિયામાં જબરો ફટકો પડ્યો છે. તે ભારે દેવું પણ ધરાવે છે અને તેના અર્થતંત્રની ખરાબ સ્થિતિ છે. આવા શ્રી લંકામાં ચીનના પ્રભુત્વને હટાવવા ભારત સક્ષમ નહીં બને. એક અંદાજ પ્રમાણે, શ્રી લંકાનું દેવું આવતાં પાંચ વર્ષમાં ૫ અબજ અમેરિકી ડૉલરે પહોંચી જશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની મુલાકાત દરમિયાન મહિન્દાએ વિનંતી કરી હતી કે અંદાજે 96 કરોડ અમેરિકી ડૉલર જેટલા દેવાની ચૂકવણી માટે ભારત ઋણ સ્થગન કરે જેનો ભારતે હજુ જવાબ આપ્યો નથી. ભારતીય રિઝર્વ બૅન્કે જોકે નવેમ્બર 2022 સુધી શ્રીલંકાને 40 કરોડ ચલણ બદલી (કરન્સી સ્વેપ) માટે સંમતિ આપી છે.


ભૂતકાળની જેમ, ભારત મહિન્દા શરૂઆતમાં અને તેમની પ્રથમ વિદેશ મુલાકાત ભારની કરે તે માટે માર્ગ મોકળો કરવાનું પસંદ કરશે અથવા કોરોનાની સ્થિતિના કારણે બંને વડા પ્રધાનો વચ્ચે વર્ચ્યુઅલ શિખર પરિષદ થાય તેવું સંભવ છે. પરંતુ સંબંધો પ્રતીકવાદથી ઉપર હોવા જોઈએ. ભારતીય બાજુએ જે રૂઢિચુસ્તો છે તેઓ દલીલ કરે છે કે જ્યારે રાજાપક્ષા સત્તામાં હોય છે ત્યારે ભારતે શ્રી લંકાને આપ્યું છે ઝાઝું અને મેળવ્યું છે ઓછું. ભૂતકાળમાંથી પાઠ શીખવાની જરૂર છે અને સાવચેતી રાખવાની જરૂર છે પરંતુ સાથે ભૂતકાળના પડછાયાથી વર્તમાનનો રસ્તો અને ભવિષ્યના સંબંધોનો આકાર નક્કી ન કરી શકાય. ભૂતકાળમાં ચીનના દેવાની આગથી રાજાપક્ષાના આંગળા પણ દાઝ્યા તો છે જ અને નબળા પડતા અર્થતંત્ર અને નોકરીવિહીનતા માટે લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ સિરિસેના-વિક્રમસિંહે સરકારને ત્રાસવાદી હુમલાઓ વિશે ચેતવણી આપી હતી પરંતુ શ્રી લંકા સરકાર એપ્રિલ ૨૦૧૯માં ઇસ્ટ સન્ડેના દિવસે બૉમ્બ ધડાકાને રોકી શકી નહીં તે હકીકતની લોકોએ પણ ગંભીર નોંધ લીધી છે અને તેમણે પ્રમુખ પદની ચૂંટણીમાં ગોતાબાયાને મત આપ્યો હતો.

નેપાળથી લઈને બાંગ્લાદેશ સાથે લથડિયા ખાતા સંબંધો વચ્ચે, ભારતે રાજાપક્ષા બંધુઓ સાથે સંબંધો સ્થિર કરવા રસ્તા શોધવા પડશે અને સંરક્ષણથી લઈ માલસામાન હેરફેરના સહકારમાં મૂડીરોકાણ કરવું પડશે તેમજ શ્રી લંકા ચીન સાથે વધુ પડતા સારા સંબંધો રાખવા જાય અને ભારત સાથેના સંબંધોમાં અસંતુલન આવે તે પહેલાં તેણે તાજેતરના ભૂતકાળમાંથી પાઠો ભણવા પડશે. બંને પડોશીઓનાં વિશાળ વ્યૂહાત્મક હિતોએ વ્યક્તિઓની શંકાને દૂર કરવી જોઈએ. ગોતાબાયાના વિજય પછી પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણે ઇટીવી ભારતને કહ્યું હતું, "પડોશી દેશોમાં નેતાઓને, કોણ મિત્ર છે અને કોણ નહીં, તેવો કાગળ ચોંટાડવો તે બાબતથી ક્યારેય ફાયદો થયો નથી. વધુ સારું એ છે કે ચોક્કસ સામાન્ય હિતો, સંમિલન અને સિદ્ધાંતો જે બીજા બધાં કરતાં વધુ ફાયદો આપે છે, તેના આધારે આ સંબંધોને આગળ વધારવામાં આવે."

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.