ETV Bharat / international

PM Modi UAE Visit: ભારત-UAE વચ્ચે સ્થાનિક ચલણમાં થશે લેવડ-દેવળ, RBIએ કર્યા કરાર

author img

By

Published : Jul 16, 2023, 11:00 AM IST

ભારતની પેમેન્ટ એપ્લિકેશન UPI વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. ફ્રાન્સ બાદ હવે UAE પણ UPIનું ફેન બની ગયું છે. ભારત અને UAEની મધ્યસ્થ બેંકો વચ્ચે બે કરાર થયા છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પોતપોતાની કરન્સીમાં વ્યાપાર વ્યવહાર શરૂ કરવા સંમત થયા છે.

PM Modi UAE Visit: ભારત-UAE વચ્ચે હવે સ્થાનિક ચલણમાં થશે લેવડ-દેવળ
PM Modi UAE Visit: ભારત-UAE વચ્ચે હવે સ્થાનિક ચલણમાં થશે લેવડ-દેવળ

અબુધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE ની મુલાકાતમાં આ વખતે અખાતી દેશ સાથે પેમેન્ટ મામલે સરળતા મળી રહેશે એ વાત નક્કી થઈ છે. આ બંને મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથેની વ્યાપક ચર્ચા વિચારણા બાદ સહમત થયા હતા. આ બેઠકના અંતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે મે મહિનામાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અમલમાં આવ્યા બાદ ભારત અને UAE વચ્ચેના વેપારમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

સરળ બનશે પેમેન્ટઃ આંતરરાષ્ટ્રીય વેપારમાં નાણાકીય લેવડદેવળની વધારે સરળ બનાવવા બાજું આ એક મોટું પગલું છે. આ દિશામાં ભારત અને UAE બન્ને દેશ સહમત થયા છે. આ ઉપરાંત અખાતી દેશમાં આઈઆઈટી દિલ્હીનું એક કેમ્પસ ખોલી દેવા માટે પણ સહમતી થઈ છે. અબુધાબી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં વેપાર સંબંધીત સમજુતીઓને આકાર આપવામાં આવ્યો હતો. ગત વર્ષે વ્યાપક વેપારી સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત-UAE ના વેપારમાં 20 ટકાની વૃદ્ધિ થઈ છે. પહેલી વખત આ વેપારમાં 85 અબજ યુએસ ડૉલરનું લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યું છે.

બેંક વચ્ચે કરારઃ આ મુલાકાત દરમિયાન ભારતીય રીઝર્વ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ યુએઈ વચ્ચે બે કરાર થયા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે સ્થાનિક ચલણનો ઉપયોગ, તેની પેમેન્ટ થતા મેસેજિંગ સિસ્ટમને પરસ્પર જોડવામાં સહયોગનો સમાવશે થાય છે. આ કરાર હેઠળ ભારત અને UAE વચ્ચે સ્થાનિક ચલણમાં લેવડદેવળ માટે સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ બનાવવાના આશયથી ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે.

રોકાણ વધશેઃ દ્વીપક્ષીય લેવડદેવળમાં ભારતીય રૂપીયો તથા UAE ના દીરહામને પ્રોત્સાહન અપાશે. આ નવી સિસ્ટમથી નિકાસકાર અને આયાતકાર ચલણબિલ તૈયાર કરી શકશે. આ બિલ સ્થાનિક ચલણમાં પણ ચૂકવી શકશે. ચલણ વિનિમય બજારમાં મોટો વિકાસ થશે. બન્ને દેશ વચ્ચે રોકાણ વધશે. એટલે કે દુબઈમાં પણ આ એપ્લિકેશનથી પેમેન્ટ કરવું હવે શક્ય બની રહ્યું છે. ભારતની યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) ને UAE ના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સાથે લિંક કરવા માટે સંમત થયા છે. જોકે, પેમેન્ટ લીને બન્ને દેશ વચ્ચે એક ગાઈડલાઈન્સ પણ તૈયાર થઈ શકે છે.

  1. East Asia Summit: ઈન્ડો-પેસિફિક વિસ્તાર એ યુદ્ધનું મેદાન નથી, મતભેદ વિભાજનકારી ન હોવા જોઈએ
  2. PM Modi in UAE : તિરંગાના રંગે રંગાયું બુર્જ ખલીફા, PM Modi અને UAEના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચર્ચા થઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.