ETV Bharat / international

પીએમ મોદીને ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકાય નહીં: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી મોદીની પ્રશંસા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 1:11 PM IST

આ કંઈ પહેલીવાર નથી કે, જ્યારે કોઈ રશિયન નેતાએ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હોય. આ અગાઉ નવેમ્બરમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનને ટાંકીને સમગ્ર વિશ્વમાં આવી રહેલ પરિવર્તન વિશે વિસ્તૃત વાત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પણ ઘણી વખત પીએમ મોદીની પ્રશંસા કરી ચુક્યાં છે.

શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી મોદીની પ્રશંસા
શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી મોદીની પ્રશંસા

મૉસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા માટે કોઈ ડરાવી કે મજબૂર કરી શકે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે રાષ્ટ્રીય હિતની રક્ષા કરવાની વાત આવે, ત્યારે પીએમ મોદી કડક વલણ અપનાવવાથી પણ અચકાતા નથી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે હું કલ્પના પણ કરી શકતો નથી કે, મોદીને કોઈ પણ નિર્ણય માટે ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકે.

પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું કે, ખાસ કરીને જ્યારે તે નિર્ણય ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધમાં હોય તો પીએમ મોદીને મજબૂર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે મારી આ વિશે ક્યારેય કોઈ વાત થઈ નથી, હું માત્ર બહારથી જોઉં છું. તેમણે કહ્યું કે જો ઈમાનદારૂથી કહું તો ક્યારેક-ક્યારેક ભારતના હિતોની રક્ષા પ્રત્યે પીએમ મોદીના કડક વલણથી મને આશ્ચર્ય પણ થાય છે.

રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય પુતિને 14મા VTB ઈન્વેસ્ટમેન્ટ ફોરમ 'રશિયા કોલિંગ'ને સંબોધિત કરી રહ્યા હતા. ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર પણ પ્રકાશ પાડતા પુતિને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો તમામ દિશામાં 'પ્રગતિપૂર્વક વિકાસ' કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, પીએમ મોદીની નીતિઓ બંને દેશો વચ્ચેના સંબંધોની મુખ્ય 'ગેરંટર' છે. તેમણે દ્વિપક્ષીય વેપારના વિસ્તરણમાં વેગ લાવવા માટે બંને દેશો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, હું કહેવા માંગુ છું કે, રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ધીમે ધીમે તમામ દિશામાં ઉત્તરોત્તર વિકાસ કરી રહ્યા છે. રશિયા અને ભારત વચ્ચે વધતી સંબંધોની ગેરંટી પીએમ મોદીની નીતિઓ છે. તે વિશ્વ રાજકીય વ્યક્તિઓના તે જૂથ સાથે સંકળાયેલ છે, જેમના વિશે મેં નામ લીધા વિના વાત કરી હતી.

રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર વધી રહ્યો છે. ગયા વર્ષે તે 35 અબજ ડોલર પ્રતિ વર્ષ હતો. આ વર્ષના પ્રથમ છ મહિનામાં તે 33.5 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. તેનો અર્થ એ કે વૃદ્ધિ સુનિશ્ચિત છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે રશિયાના ઉર્જા સંસાધનો પર ડિસ્કાઉન્ટને કારણે ભારતને વધુ ફાયદો થઈ રહ્યો છે. પીએમ મોદી ખરેખર યોગ્ય કામ કરી રહ્યાં છે. પુતિને કહ્યું કે, જો હું તેમની જગ્યાએ હોત, જો પરિસ્થિતિ આ રીતે વિકસિત થઈ હોત તો મેં પણ એવું જ કર્યું હોત.

જો કે, આપણા સંબંધો આટલા સુધી મર્યાદિત નથી. આપણી પાસે ઘણી તકો છે. તેમણે કહ્યું હતું કે ભારત હાલમાં ખરીદ શક્તિ અને બજાર સંભવિત રેન્કિંગના સંદર્ભમાં ભારત ત્રીજા સ્થાને છે જ્યારે રશિયા પાંચમા સ્થાને છે.

  1. વિદેશી જેલમાં બંધ 9,521 ભારતીય કેદીઓમાંથી 60 ટકાથી વધુ ખાડી દેશોમાં કેદ: વિદેશ મંત્રાલય
  2. ખાલિસ્તાની નેતા પન્નુ કેસમાં અમેરિકી પ્રવક્તા મિલરે કહ્યું- અમે આવી બાબતોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.