ETV Bharat / international

શહબાજ વડાપ્રધાન બન્યા પણ નથી ને, 'કાશ્મીર રાગ' નો આલાપ કર્યો શરુ

author img

By

Published : Apr 10, 2022, 6:08 PM IST

શહબાજ વડાપ્રધાન બન્યા પણ નથી ને, 'કાશ્મીર રાગ' નો આલાપ કર્યો શરુ
શહબાજ વડાપ્રધાન બન્યા પણ નથી ને, 'કાશ્મીર રાગ' નો આલાપ કર્યો શરુ

પાકિસ્તાનના વિપક્ષના પીએમ પદના ઉમેદવાર શાહબાઝ શરીફે કહ્યું(Pak's New PM statement by Bharat) છે કે, જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ(solution to the Kashmir problem) નહીં આવે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સામાન્ય નહીં થાય. પાકિસ્તાનમાં સોમવારે પીએમની પસંદગી કરવામાં આવશે.

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર(pakistan political crisis) સત્તામાંથી બહાર થવાની અને નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન એક મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે શું નવી સરકાર ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવા પર કામ કરશે. આ અંગે વિપક્ષના પીએમ પદના ઉમેદવાર શાહબાઝ શરીફે કહ્યું છે કે(Pak's New PM statement by Bharat) જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

આ પણ વાંચો - પાકિસ્તાનના નવા PMની સોમવારે થશે પસંદગી, વિપક્ષે શાહબાઝ શરીફને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા

કાશ્મીર રાગની કરી શરુઆત - પાકિસ્તાનમાં નવા વડા પ્રધાનની પસંદગી સોમવારે થશે, જ્યારે ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન પદ પરથી હટાવ્યા પછી નેશનલ એસેમ્બલી ફરીથી મળશે. શહબાઝ શરીફ સંયુક્ત વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર છે. માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના છે. અહીં, ઈમરાન ખાનની વિદાય બાદ પીટીઆઈ તરફથી શાહ મહેમૂદ કુરેશી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.

22માં વડાપ્રધાન બનવાની સંભાવના -પાકિસ્તાનના 22માં વડાપ્રધાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યો છે અને તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. તેમણે 18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલ 2022 સુધી 1,332 દિવસનો હતો. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલાએ ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો - ઈમરાન ખાને ગુમાવ્યો વિશ્વાસ મત, પાકિસ્તાનના PM પદેથી હકાલપટ્ટી

174 સભ્યોનું સમર્થન - 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસના મત દરમિયાન, સમાજવાદી, ઉદારવાદી અને કટ્ટર ધાર્મિક પક્ષોના સંયુક્ત વિરોધને 174 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જે વડા પ્રધાનને સત્તા પરથી હટાવવા માટે જરૂરી સંખ્યા કરતાં વધુ હતું, એટલે કે 172. પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.