ETV Bharat / international

Israel-Hamas Conflict: ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં 600થી વધુનાં મોત, બંને દેશ વચ્ચે ઉગ્ર થયો તણાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 8:04 PM IST

Israel-Hamas Conflict
Israel-Hamas Conflict

ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈની આતંકવાદી જૂથ હમાસ વચ્ચેની લડાઈમાં અત્યાર સુધીમાં 600થી વઘુ લોકોનો ભોગ લેવાયો છે. આ જાણકારી બીબીસીએ પેલેસ્ટાઈના અધિકારીઓ દ્વારા મળેલી માહિતી બાદ આપી.

તેલ અવીવ-ગાઝા: ઈઝરાયેલી સેના અને પેલેસ્ટાઈની આતંકવાદી જૂથ હમાસ વચ્ચે લડાઈમાં 600 થી વધુ લોકો મોતને ભેટ્યાં હોવાનું સામે આવ્યું છે. બીબીસીએ પેલેસ્ટાઈનના અધિકારીઓના હવાલેથી જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 313 લોકોના મૃત્યું થયાં છે, જ્યારે 2000 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

ઈઝરાયેલના 300 નાગરિકના મોત:ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયના હવાલેથી તુર્કીમાં ઈઝરાયેલના દૂતાવાસે જણાવ્યું હતું કે, ઈઝરાયેલમાં પણ 300 નાગરિક માર્યા ગયા છે, અને અસંખ્ય ઈઝરાયલીઓને બંધક બનાવાયા છે. અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી યહૂદી રાજ્ય તરફ મિસાઈલોનો મારો ચલાવ્યો હતો.

8 સ્થળ પર લડાઈ: હમાસે મિસાઈલ હુમલાની આડમાં ઈઝરાયેલની સીમામાં ઘુષણખોરી કરી, ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, દુશ્મનો પેરાગ્લાઈડરનો ઉપયોગ કરી જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગેથી ઈઝરાયેલમાં પ્રવેશ કરી રહ્યાં છે. ઈઝરાયેલી અધિકારીઓએ કહ્યું કે, ઈઝરાયેલ હજી પણ યુદ્ધમાં છે અને હમાસથી ઈઝરાયેલી ક્ષેત્ર અને સમુદાયો પર પૂર્ણ નિયંત્રણ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું કે, તે ક્ષેત્રની અંદર હમાસ આતંકવાદીઓ સાથે આઠ જગ્યાઓ પર લડાઈ ચાલી રહી છે.

ઈઝરાયેલ પર ઘાતક હુમલાઓ: નોંધનીય છે કે, આ પહેલાં ઈઝરાયેલી સમાજમાં વ્યાપક રૂપથી ધારણા હતી કે, આતંકવાદી સમૂહ હમાસ ખુદને તેમજ ગાઝાના નિવાસીઓને વધુ પીડા તેમજ નુકસાનથી બચાવવા માટે ઈઝરાયેલ સાથે ઉચ્ચ સ્તરે સૈન્ય અથડામણથી બચાવશે, પરંતુ શનિવારની સવારે હવા, જમીન અને સમુદ્રી માર્ગે કરાયેલા હુમલામાં તેમની આ ધારણા ખોટી પડી. હુમલાની શરૂઆતમાં ઈઝરાયેલ પર 2000થી વધુ રોકેટ છોડવામાં આવી હતી.

મૃતકો-ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાનું અનુમાન: રોકેટની આડમાં ગાઝા માંથી મોટા પ્રમાણમાં સાવધાની પૂર્વક સમન્વિત, જમીની ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ અને ગાઝા પટ્ટી સાથે જોડાયેલા 20થી વધુ ઈઝરાયેલી કસ્બાઓમાં અને સૈન્ય છાવણીઓ પર હુમલો કરવામાં આવ્યો. ઈઝરાયેલને તેનાથી ભારે નુકસાન થયું અને શરૂઆતી અનુમાન અનુસાર અત્યાર સુધીમાં 250 થી વધુ ઈઝરાયેલી માર્યા ગયા છે અને 1500થી વધુ ઈજાગ્રસ્ત છે, તેમજ આગામી કલાકો અને દિવસોમાં આ સંખ્યા વઘી શકે છે.

આ પણ વાંચો

  1. State of war in Israel : ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યા નોકરી કરનાર રાજકોટની મહિલાએ જણાવી આપવીતી
  2. AIR INDIA FLIGHTS TO ISRAEL CANCELED : ઈઝરાયેલ જતી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ રદ, 14 ઓક્ટોબર સુધી મુસાફરી કરી શકશે નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.