ETV Bharat / international

Jacinda Ardern Resign: ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી

author img

By

Published : Jan 19, 2023, 10:03 AM IST

ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ને આવતા મહિને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે આગામી ચૂંટણીમાં જીતી શકીશ નહીં.ભીની આંખે તેણે કહ્યું કે તારીખ 7 ફેબ્રુઆરીએ પદ પરથી રાજીનામું આપશે.

Jacinda Ardern Resign: ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી
Jacinda Ardern Resign: ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી

ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન ગુરુવારે જાહેરાત કરી છે કે તેઓ આવતા મહિને રાજીનામું આપશે. તેમની પાર્ટીના સભ્યોની બેઠકમાં તેમણે કહ્યું કે મારી પાસે બીજા ચાર વર્ષ કામ કરવાની ક્ષમતા નથી.મારો સમય આવી ગયો છે. તમને જણાવી દઇએ કે આર્ડર્ન 2017 માં ગઠબંધન સરકારથી વડા પ્રધાન બન્યા હતા.

લોકપ્રિયતામાં ઘટાડો: હમણા તાજેતરની ચૂંટણીમાં તેમની પાર્ટી અને વ્યક્તિગત લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. તેઓ કોરોના કાળમાં પણ ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કર્યું હતું. પીએમ આર્ડર્ને કહ્યું કે તેઓ જાણે છે કે વડાપ્રધાન માટે શું જરૂરી છે. તેણે કહ્યું કે તે માને છે કે તેની પાસે હવે ન્યાય કરવાની શક્તિ નથી. તેણીએ કહ્યું કે તેણી જેટલું કરી શકે તેટલું કર્યું.

  • Wow. This quote from Jacinda Ardern’s resignation: ‘Hope I leave New Zealanders with a belief that you can be kind but strong, empathetic but decisive, optimistic but focused...that you can be your own kind of leader, one who knows when it’s time to go’..
    pic.twitter.com/gsBc09qij3

    — Joyce Karam (@Joyce_Karam) January 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો Pakistan: પ્રમુખ અલ્વી PM શહેબાઝ શરીફને વિશ્વાસ મત મેળવવા માટે કહેશેઃ ઈમરાન ખાન

ભીની આંખે કહ્યું: ન્યુઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્નએ કહ્યું કે તેઓ આવતા મહિને તારીખ 7 ફેબ્રુઆરીએ પદ પરથી રાજીનામું આપશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સામાન્ય ચૂંટણી સુધી સાંસદ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે. આ સમયે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભીની આંખે તેમણે કહ્યું કે મારો તારીખ 7 ફેબ્રુઆરીએ ઓફિસમાં છેલ્લો દિવસ હશે.

આ પણ વાંચો Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની

ચૂંટણી યોજાશે: તારીખ 14 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. જેસિંડા આર્ડર્ન લિબરલ લેબર પાર્ટીએ બે વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાસલ કરી હતી. તમને જણાવી દઇએ કે જેસિંડા આર્ડર્નના વખાણ કોરોનાકાળમાં સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યા હતા. તેણે મહિનાઓ સુધી વાયરસને દેશની સરહદોમાં પ્રવેશવા દીધો નહીં. જેસિંડાએ કહ્યું, તેણે કહ્યું કે હું જાણું છું કે આ કામ માટે શું જરૂરી છે અને હું અત્યારે જજ કરી શકતી નથી. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે કે, ન્યૂઝીલેન્ડમાં રાજકીય લોબીમાં પણ ખટરાગ ચાલી રહ્યો છે. જેની એક આંતરરાષ્ટ્રીય અસર જોવા મળી રહી છે. હવે આ નિર્ણય સામે આવતા અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.