ETV Bharat / international

Jaahnavi Kandula Accident Updates: અમેરિકન પોલીસના વલણ મુદ્દે ભારત આકરાપાણીએ, કાર્યવાહી કરવા માંગ કરી

author img

By PTI

Published : Sep 14, 2023, 5:04 PM IST

જાન્યુઆરીમાં અમેરિકન પોલીસે કારથી ભારતીય વિદ્યાર્થીને કચડી હત્યા કરી હતી. તેમજ આ મૃતક વિદ્યાર્થીનીની મજાક કરતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. આ મામલે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે, અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થીનીના એક્સિડેન્ટ મુદ્દે ભારતની તીખી પ્રતિક્રિયા
વિદ્યાર્થીનીના એક્સિડેન્ટ મુદ્દે ભારતની તીખી પ્રતિક્રિયા

ન્યૂયોર્કઃ અમેરિકામાં પોલીસની કારથી કચડાઈને એક વિદ્યાર્થીની મૃત્યુ પામી હતી. આ મામલે ભારતે હવે કડક વલણ અપનાવ્યું છે. ભારતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બોડી કેમેરાના ફૂટેજની તપાસની માંગ પણ કરાઈ છે. આ ફૂટેજમાં પોલીસ અધિકારી ભારતીય વિદ્યાર્થીનીને ટક્કર મારે અને કોલ પર વાત કરતા કરતા મજાક પણ કરી રહ્યો હોવાનું દેખાય છે. બાઈડન સરકારે આ મામલે સત્વરે તપાસ અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ભારત સરકારને આશ્વાસન આપ્યું છે.

એક્સિડન્ટની વિગતઃ 23 જાન્યુઆરીના રોજ સાઉથ લેક યુનિયનમાં નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થીની જહાનવી કંડુલા થોમસ સ્ટ્રીટ પર ચાલી રહી હતી. આ સમયે સીયાટલ પોલીસની એક કારે વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી. ટક્કર સમયે પોલીસ અધિકારી ફોન પર વાત કરી રહ્યો હતો અને મજાક કરતો હતો.

  • Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC

    — India in SF (@CGISFO) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતની તીખી પ્રતિક્રિયાઃ અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજીત સિંહ સંધૂએ આ મુદ્દે વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરે ધારદાર રજૂઆતો કરી છે. તેમણે કંડુલાના મૃત્યુ અને પોલીસ કર્મચારીના અસંવેદનશીલ વલણ પર તપાસ કરવાની માંગ કરી છે. આ રજૂઆત બાદ અમેરિકન સરકાર આ મુદ્દે એક્ટિવ થઈ છે. ભારતીય એમ્બેસીના એક્સ હેન્ડલ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ઉચ્ચકક્ષાએ સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગણી કરાઈ છે. વોશિંગ્ટન ડીસીના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીર હોવાનું જણાવ્યું છે.

અધિકારી પર ભડક્યા સાંસદઃ ભારતીય અમેરિકન સાંસદ રો ખન્ના કહે છે કે જહાન્વી કંડુલા ભારતથી ગ્રેજ્યુએશન માટે અહીં આવી હતી. પોલીસની એક ઓવર સ્પીડે આવી રહેલી કારે કંડુલાને ટક્કર મારી જેનાથી કંડુલાનું મૃત્યુ થયું છે. અધિકારી ઓડરરે કંડુલાનું જીવન આટલું જ મર્યાદિત હોવાનું કહેતા સાંસદ ખન્ના ભડક્યા હતા. તેમણે ઓડરરને સ્પષ્ટ સંભળાવી દીધું કે ભારતીય અપ્રવાસીઓનું જીવન અનંત અને મૂલ્યવાન છે. જો તમે કોઈના પણ જીવનને મર્યાદિત સમજો તો તમારે પોલીસમાં નોકરી ન કરવી જોઈએ.

  • Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC

    — India in SF (@CGISFO) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમેરિકાનું આશ્વાસનઃ અમેરિકન વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય એમ્બેસેડર અને ભારત સરકારને ઉચ્ચ સ્તરીય તપાસનું આશ્વાસન આપ્યું છે. તેઓ જણાવે છે કે અમે સમગ્ર ઘટનાથી સ્તબ્ધ બની ગયા છીએ. સાનફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય એમ્બેસીએ આ ઘટનાની તપાસ પ્રક્રિયાને અત્યંત પરેશાન કરવાવાળી જણાવી છે. ભારતીય અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે આ ખૂબજ ડરામણી ઘટના છે. મને આશા છે કે કંડુલાના પરિવારને ન્યાય મળશે અને દોષિતોને જવાબદાર ઠેરવવામાં આવશે.

મેયરે પત્ર લખી પાઠવી સાંત્વનાઃ સિયાટલ શહેરના મેયર બ્રુસ હૈરેલે કંડુલા પરિવારને પત્ર લખી સાંત્વના પાઠવી છે. મેયર જણાવે છે કે એક વ્યક્તિએ કરેલી ટીપ્પણી સમગ્ર શહેર અથવા સમુદાયની હોઈ શકે નહીં. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય એમ્બેસીના રાજદૂત અશોક મંડુલા આ મુદ્દે સિયાટલ શહેર અને વોશિંગ્ટન રાજ્યના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

  1. યુએસ: ભારતીય મૂળના ફાર્મા સીઈઓની ઘરમાં લૂંટના પ્રયાસ બાદ હત્યા
  2. Indian Students Deported: અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર કેમ વધી રહ્યો છે દેશનિકાલનો ભય, જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.